
હવામાં રહેલા પ્રદૂષણ આ નાના કણ શ્વાસ દ્વારા ફેફડાં અને ત્યારબાદ બ્લડ ફ્લોમાં પહોંચે છે. લોહીમાં પ્રદૂષણના કણ પહોંચ્યા બાદ હોર્મોનલ અસંતુલન થાય છે. જે ઓવ્યુલેશન પ્રકિયાને પણ પ્રભાવિત કરે છે. મોટા શહેરોમાં ફેકટરીઓ અને ગાડીઓમાંથી નીકળતા ધુમાંડા ગેસ એન્ડોમેટ્રિયલના સ્વાસ્થ પર અસર ડાલે છે. જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય છે.

સ્વાસ્થય વિશેષજ્ઞનું કહેવું છે કે, પ્રદૂષના કારણે હવામાં રહેલા રસાયણ ઓવેરિયન રિઝર્વ(અંડાશયમાં અંડાણુઓની સંખ્યા)ને ઓછી કરી શકે છે. જેનાથી મહિલાઓની ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. આ કારણથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં પરેશાની થઈ શકે છે.

વાયુ પ્રદૂષણ માત્ર મહિલાઓની પ્રજનન ક્ષમતાને જ અસર કરતું નથી, પરંતુ અનેક ગંભીર બીમારીઓનું કારણ પણ બને છે. ચાલો જાણીએ કે, વાયુ પ્રદૂષણને કારણે મહિલાઓને બીજી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

PCOS લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણમાં રહેવાના કારણથી મહિલાઓને પીસીઓએસની સમસ્યા થઈ શકે છે. પીસીઓએસની સમસ્યાના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓ આવે છે.વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ગર્ભપાત અથવા સમય પહેલા પ્રસૂતિનું જોખમ પણ વધે છે.

વાયુ પ્રદૂષણ મહિલાઓની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. પોતાને બચાવવા માટે, મહિલાઓએ વ્યક્તિગત સ્તરે મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, મહિલાઓએ વાયુ પ્રદૂષણની અસરોથી પોતાને બચાવવા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

વધુમાં, આહાર અને સારી લાઈફસ્ટાઈલ દ્વારા વાયુ પ્રદૂષણની અસરો ઘટાડી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)