
આ ઓવ્યુલેશન દરમિયાન અંડાશયમાંથી નીકળે છે, એગને ફર્ટિલાઈઝ કરી અને ત્યારબાદ ભ્રૂણને ગર્ભાશય સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જો ગર્ભાશય અને અંડાશનય વચ્ચે કનેક્શનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો, આ સ્થિતિને બ્લોક ફેલોપિયન ટ્યુબના રુપમાં જોવામાં આવે છે. આ સ્થિતિમાં મહિલાઓમાં એક કે બંન્ને ટ્યુબ બ્લોક થઈ શકે છે.

હવે આપણે બ્લોક ફેલોપિયન ટ્યુબના લક્ષણો વિશે વાત કરીએ તો. આના કોઈ સંકેત હોતા નથી કે, તેના સંકેત જોઈ તમે અંદાજો લગાવી શકો. કે, તમને ફેલોપિયન ટ્યુબ બ્લોક છે. પરંતુ ડોક્ટર કેટલાક લક્ષણો ઉપરથી જણાવી શકે છે. જેમ કે, પ્રેગ્નન્સીમાં અસમર્થ થવું, પેટમાં દુખાવો થવો, ફિઝિકલ રિલેશન બનાવતી વખતે દુખાવો થવો, અનિયમિત પીરિયડ્સ અને પીરિયડ્સ વચ્ચે સ્પોટિંગ થવું. પેલ્વિક વિસ્તારમાં દુખાવો અથવા સોજો થવો.

બ્લોક ફેલોપિયન ટ્યુબની પીરિયડ્સ પર શું અસર થાય છે. તો ડોક્ટરના જણાવ્યા મુજબ ફેલોપિયન ટ્યુબ બ્લોક થાય તો પણ તમને પીરિયડ્સ આવી શકે છે.જ્યારે અંડાશયનું અસ્તર હોર્મોનલ ફેરફારોને કારણે ખરી જાય છે ત્યારે પીરિયડ્સ આવે છે.

આ મુખ્યત્વે અંડાશય દ્વારા નિયંત્રિત થાય છે. શરીરમાં બે ફેલોપિયન ટ્યુબ ઇંડાના પરિવહનમાં ભૂમિકા ભજવે છે, પરંતુ તે પીરિયડ્સને સીધી અસર કરતી નથી.

જો પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ, એન્ડોમેટ્રિઓસિસ અથવા અગાઉના ઈન્ફેક્શન જેવી સ્થિતિઓને કારણે મહિલાની બંને નળીઓ બ્લોક થઈ ગઈ હોય, તો તે પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે. જો તમારા પીરિયડ્સ રેગ્યુલર નથી. ખુબ દુખાવો થાય તેમજ પ્રેગ્નન્સી રહેતી નથી. તો ડોક્ટરની જરુર સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)