
કસુવાવડના કારણે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. આ કારણે તેણે કસુવાવડ પછી કેટલાક સમય સુધી અનિયમિત પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

જે મહિલાઓને થાઈરોડ જેવી મેડિકલ કંડીશન છે. તેને પણ મિસકેરેજ પછી અનિયમિત પીરિયડ્સની સમસ્યા થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓને 3 થી 6 અઠવાડિયા બાદ પીરિયડ્સ શરુ થાય છે. જો તમારા પીરિયડ્સ 3 થી 6 મહિના બાદ પણ સામાન્ય નથી તો એક વખત ડોક્ટરની જરરુ મુલાકાત લો.

કસુવાવડ પછી ગર્ભાશય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, યુટરીન લાઈનિંગમાંથી લોહી નીકળવું તેમજ પ્રેગ્નન્સીના ટિશ્યુઝ બહાર નીકળ્યા બાદ અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ આ સમસ્યા ઓછી થઈ શકે છે.

જો કસુવાવડ પછી મહિલાઓને કોઈ પણ સ્વાસ્થ સંબંધી પરેશાની છે. તો તેને અવગણશો નહી અને જલ્દી ડોકટકનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)