
જો કે, એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ઈન્ફેક્શન ટોયલેટ સીટ પર બેઠા છો, તો ધ્યાન રાખો કે તમારા શરીર પર કોઈ ઘા ન હોય જેમાં STI બેક્ટેરિયા હોય. જો તમારા શરીર પર કોઈ ઘા હોય જે ટોયલેટ સીટ પરના બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, તો એવી શક્યતા છે કે તમે STI નો ભોગ બની શકો છો.

ટોયલેટનો ઉપયોગ કરતી વખતે, આપણો મૂત્રમાર્ગ ટોયલેટ સીટના સંપર્કમાં આવતો નથી. તેથી, ટોયલેટ સીટને કારણે ઈન્ફેક્શન (UTI) ફેલાવાનું જોખમ રહેતું નથી. પરંતુ જો કોઈ કારણોસર તમારો મૂત્રમાર્ગ ટોયલેટ સીટના સંપર્કમાં આવે છે, તો UTI થવાની શક્યતા વધી શકે છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, STI અને UTI ટોયલેટ સીટ દ્વારા ફેલાઈ શકે છે, પરંતુ આવું થવાની શક્યતા ઘણી ઓછી છે. STI બેક્ટેરિયાને ટકી રહેવા માટે યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. જો તેમને આ વાતાવરણ ન મળે, તો તેઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી.

STI અને UTIથી કેવી રીતે બચવું તો. શારીરિક સંબંધ દરમિયાન કોન્ડોમ અને ડેન્ટલ ડેમનો ઉપયોગ કરો.

પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા જાળવો.તમારા અંડરવિયર દરરોજ બદલો,ટેટુની સોય કે પછી ઈજેક્શનને કોઈ સાથે શેર ન કરો. એચપીવી અને હેપ બી વેક્સીન લગાવો. એક થી વધારે લોકો સાથે શારીરિક સંબંધ ન બનાવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)