
ઘણી મહિલાઓ તેમના ડૉક્ટરને પણ કહી શકતી નથી કે તેમને છાતીમાં કે સ્તનમાં દુખાવો થઈ રહ્યો છે. તમારે તમારી સમસ્યા વિશે ખુલ્લા દિલથી વાત કરવાની જરૂર છે અને પછી જ તમે યોગ્ય સારવાર મેળવી શકશો. બ્રેસ્ટમાં દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે.

વધુ પડતા કામને કારણે બ્રેસ્ટમાં દુખાવો થાય છે.કસરત દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો,પીરિયડ્સ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો, બર્થ કંટ્રોલ ગોળીઓ અથવા અન્ય હોર્મોનલ દવાઓને કારણે બ્રેસ્ટમાં દુખાવો,ખોટા પ્રકારની બ્રા પહેરવાને કારણે,

બ્રેસ્ટનો દુખાવો ક્યારેક ખભા, ગરદન અને બગલના નીચેના ભાગમાં ફેલાય છે. લાંબા દિવસના કામને કારણે રાત્રે આ વધુ ખરાબ થઈ શકે છે. જો આવું થાય, તો ભારે કામ કરવાનું ટાળો. જો દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લો.

કેટલીક વખત હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે બ્રેસ્ટની સમસ્યાઓ થાય છે.બ્રેસ્ટમાં દુખાવો, બ્રેસ્ટમાં ગાંઠ, બ્રેસ્ટની સ્કિનમાં ફેરફાર, નિપ્પલમાં ખંજવાળ આવવી.

બ્રેસ્ટ ઈન્ફેક્શન બ્રેસ્ટ કેન્સરનું કારણ નથી, પરંતુ જેટલી વહેલી તકે તેની સારવાર કરવામાં આવે તેટલું સારું. જો તમને તમારા નિપલમાં સોજો કે ઈન્ફેક્શન દેખાય, તો ડૉક્ટરનો સંપર્ક કરો. આ ખરજવું અથવા ડક્ટ એક્ટેસિયાનું સંકેત હોઈ શકે છે.

આ કોઈપણ પ્રકારનું લીકેજ હોઈ શકે છે. તમારા નિપલમાંથી લીકેજ થવાનો અર્થ કેન્સર હોવો જરૂરી નથી. તે ચેપ, હોર્મોનલ ફેરફારો, સ્કિન ઈન્ફેક્શન, બ્રેસ્ટ ઈજા, સ્તનપાન વગેરેને કારણે હોઈ શકે છે. જોકે, જો રક્તસ્ત્રાવ થાય, તો તે ચિંતાનું કારણ બની શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)