
કેટલીક મહિલાઓને અન્ય લક્ષણો પણ દેખાય છે. જે ઈન્ફેક્શન પર નિર્ભર કરે છે. વધારે ડિસ્ચાર્જ પણ ઈન્ફેક્શનનો એક સંકેત છે. ફંગલ ઈન્ફેક્શન જેમ કે, યીસ્ટ ઈન્ફેક્શન થવા પર સફેદ અને દહીં જેવું ગાંઢ ડિસ્ચાર્જ થઈ શકે છે. બેક્ટરીયિલ ઈન્ફેક્શનના કારણે પીળા રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે. જેમાં દુર્ગંધ પણ આવે છે.

જાતીય રોગો પણ પ્યુબિક એરિયા પર નકારાત્મક અસર કરે છે, જેના કારણે પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થાય છે અને વધુ પડતું સ્રાવ થાય છે.

ઈન્ફેક્શનથી બચવા માટે સાફ સફાઈનું ધ્યાન રાખો. તમારા પ્યુબિક એિયાને હંમેશા ડ્રાય અને સાફ રાખો. તેમજ ટાઈટ કપડાં પહેરવાનું ટાળો. જો તમને વધારે પરસેવો થાય છે તો થોડા સમયે અંડરવિયર જરુર બજલો.

તેમજ મહત્વની વાત એ છે કે, તમારો ટુવાલ,પર્સનલ વસ્તુઓ જેમ કે રેસર કોઈ સાથે શેર ન કરો. સેક્શુઅલ રિલેશન દરમિયાન સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો. વધારે દુખાવો થાય તો તેનાથી બચો કારણ કે,આનાથી ઈન્ફેક્શન વધારે થઈ શકે છે.

જો થોડા દિવસો પછી તમારા લક્ષણોમાં સુધારો ન થાય, અથવા જો તમને વધારે દુખાવો, તાવ, અથવા ચાંદા પડે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)