Gym : કાર્ડિયો દરમિયાન આ 5 ભૂલો ન કરો, ફાયદાને બદલે થશે નુકસાન

Avoid These Cardio mistakes : કાર્ડિયો કસરત માત્ર શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે, પરંતુ હૃદય અને ફેફસાંની ક્ષમતામાં પણ વધારો કરે છે. જો કે કાર્ડિયો કરતી વખતે કેટલીક સામાન્ય ભૂલો ટાળવી જોઈએ, નહીં તો તે ફાયદાને બદલે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: Jan 26, 2025 | 12:29 PM
1 / 7
 Avoid These Cardio mistakes : જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો અને તમારું વજન પણ નિયંત્રણમાં રાખવા માંગતા હો, તો કાર્ડિયો કસરતો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્ડિયોમાં સાયકલિંગ, ટ્રેડમિલ પર ચાલવું, દોડવું, તરવું, સીડી ચઢવી, દોરડા કૂદવું, એર બોક્સિંગ પ્રેક્ટિસ, જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કસરતો કરવાથી શરીરની શક્તિ વધે છે.

2 / 7
કાર્ડિયો કરવાથી હૃદય અને ફેફસાના સ્નાયુઓ પણ મજબૂત થાય છે, રક્ત પરિભ્રમણ સુધરે છે અને સાંધાઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. કાર્ડિયો કસરત કરતી વખતે મોટાભાગના લોકો કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે ક્યારેક તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

3 / 7
કાર્ડિયો કસરત વજન ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. કાર્ડિયો કરવાથી ઊંઘ સુધરે છે, મૂડ સુધરે છે અને ત્વચા પણ સ્વસ્થ બને છે. કાર્ડિયો વર્કઆઉટ ચયાપચયને વેગ આપે છે. જો થોડા સમય માટે નિયમિતપણે કાર્ડિયો કરવામાં આવે તો વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહી શકે છે. તો ચાલો જાણીએ કે કાર્ડિયો વર્કઆઉટ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ.

4 / 7
કાર્ડિયો (ખાસ કરીને ટ્રેડમિલ પર ચાલવું) કરતી વખતે ઘણા લોકો એક ભૂલ કરે છે કે તેઓ શરૂઆતમાં જ હાઈ ઈન્ટેસિટી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ ટાળવું જોઈએ અને ધીમે ધીમે એકવાર તે આદત બની જાય પછી ક્ષમતા મુજબ તીવ્રતા વધારી શકાય છે. જ્યારે તમે હાઈ ઈન્ટેસિટી કસરત કરો છો, ત્યારે તે હૃદયના ધબકારા વધારે છે, જે નુકસાન પહોંચાડી શકે છે.

5 / 7
જો તમે જીમમાં કાર્ડિયો કરી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે બેલેન્સ વર્કઆઉટ કરવું જોઈએ. ઘણા લોકો જીમમાં લાંબા સમય સુધી કાર્ડિયો કરે છે. આનાથી સ્નાયુઓનું નુકસાન થઈ શકે છે. રોજિંદા દિનચર્યામાં 30 થી 40 મિનિટ કાર્ડિયો કરવું પૂરતું છે અને તે પણ મીડિયમ ઈન્ટેસિટી સાથે જ કરવું જોઈએ.

6 / 7
જો તમે જીમમાં યોગ્ય કાર્ડિયો વર્કઆઉટ કરી રહ્યા છો, તો તેની સાથે વેઇટ ટ્રેનિંગ પણ કરવી જરૂરી છે. ઘણા લોકો ફક્ત કાર્ડિયો કરે છે અને વેઇટ ટ્રેનિંગને સંપૂર્ણપણે અવગણે છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે કાર્ડિયોની સાથે થોડી વેઇટ ટ્રેનિંગ પણ કરવી મહત્વપૂર્ણ છે.

7 / 7
ઘણા લોકો વેઇટ ટ્રેનિંગ પહેલાં કાર્ડિયો ટ્રેનિંગ કરે છે. આમ કરવાથી શરીર થાકી જાય છે અને વજન ઉપાડતી વખતે ભારે થાક અને નબળાઈ આવી શકે છે. વોર્મ અપ કર્યા પછી વ્યક્તિએ વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ અને ત્યારબાદ કાર્ડિયો કરવું બેસ્ટ છે. કાર્ડિયો કસરતોમાં ખોટી ફોર્મેટ ફક્ત તમારા ફાયદા ઘટાડશે નહીં પરંતુ સ્નાયુઓમાં ઇજાઓનું જોખમ પણ વધારશે. તેથી યોગ્ય તકનીકનું ધ્યાન રાખો. આ માટે નિષ્ણાતની સલાહ પણ લઈ શકાય છે.