
કંપની છેલ્લા ઘણા વર્ષોથી સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે. રોકાણકારોને છેલ્લી વખત ડિવિડન્ડ 2023માં આપવામાં આવ્યું હતું. પછી પાત્ર રોકાણકારોને એક શેર પર 0.50 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ એકવાર પણ બોનસ શેર આપ્યા નથી.

શુક્રવારે કંપનીનો શેર 1.38 ટકાના ઘટાડા સાથે 344.15 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરના ભાવમાં 17 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવલ 406.70 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 261.45 રૂપિયા છે.

Rushil Decor Ltdની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. હાલમાં તે ગ્લોબલ કંપની છે. કંપની 51 દેશોમાં પોતાનો ધંધો કરે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.