ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમાં
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 6
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
2 / 6
આ વખતે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. 14મી અને 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના તહેવારો માટે પતંગ ઉડાવા માટે પવન અનુકૂળ રહેશે.
3 / 6
હવામાન વિભાગ (IMD) દ્વારા આ તારીખો માટે અનુકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 14 જાન્યુઆરીની આગાહી સૂચવે છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ આવતા 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે.
4 / 6
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.
5 / 6
અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.
6 / 6
આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.
Published On - 8:32 pm, Mon, 13 January 25