Stock Market : ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો રૂડો અવસર ! માર્કેટમાં ડંકો વગાડશે ગુજરાતની કંપની, લાવી રહી છે ₹250 કરોડના ઇશ્યૂ સાથેનો દમદાર ‘IPO’

ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો મોટો અવસર છે. શેરમાર્કેટમાં ડંકો વગાડવા માટે ગુજરાતની હેલ્થકેર કંપની 'IPO' લાવી રહી છે. કંપની ₹250 કરોડના ઈશ્યૂ સાથે તૈયાર છે, જેમાં પ્રાઇસ બેન્ડ ₹108 થી ₹114 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

| Updated on: Dec 19, 2025 | 5:16 PM
4 / 8
આમાં ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (વડોદરા), ગુજરાત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (ગોધરા), રાજ પામલેન્ડ હોસ્પિટલ (ભરૂચ), સૂર્યા હોસ્પિટલ અને ICU (બોરસદ), ગુજરાત સર્જિકલ હોસ્પિટલ (વડોદરા), અશ્વિની મેડિકલ સેન્ટર (આણંદ), અશ્વિની મેડિકલ સ્ટોર (આણંદ), અને એપેક્સ મલ્ટિસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર (ભરૂચ) નો સમાવેશ થાય છે. કંપની પાસે કુલ 490 બેડની કેપેસિટી છે, જેમાં 445 બેડની અપ્રૂવ કેપેસિટી અને 340 બેડની ઓપરેશનલ કેપેસિટીનો સમાવેશ થાય છે.

5 / 8
ગુજરાત કિડનીએ તેના IPO માટે પ્રતિ ઇક્વિટી શેર ₹108 થી ₹114 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આમાં કુલ લોટ સાઈઝ 128 શેરની છે. રોકાણકારો ઓછામાં ઓછા 128 શેર માટે અને ત્યારબાદ 128 ના મલ્ટિપલમાં બોલી લગાવી શકે છે. રિટેલ રોકાણકારો માટે મિનિમમ રોકાણ રકમ ₹14,592 છે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ અથવા 1,664 શેર માટે બોલી લગાવી શકે છે, જે કુલ ₹1,89,696 ની કિંમત ધરાવે છે.

6 / 8
ગુજરાત કિડનીનો પબ્લિક ઇશ્યૂ બુધવાર, 24 ડિસેમ્બર, 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. એલોટમેન્ટ શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025 ના રોજ થશે, તેવી અપેક્ષા છે. શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં સોમવાર, 29 ડિસેમ્બર, 2025 ના રોજ જમા થશે, તેવી શક્યતા છે. ગુજરાત કિડનીના શેર 30 ડિસેમ્બર, 2025 ના રોજ મંગળવારના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાના છે. MUFG Intime આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે, જ્યારે નિર્ભય કેપિટલ સર્વિસીસ IPO માટે એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે.

7 / 8
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, કંપની નેટ ફ્રેશ ઈશ્યુથી મેળવેલી રકમમાંથી રૂ. 77 કરોડનો ઉપયોગ અમદાવાદમાં આવેલ પારેખ હોસ્પિટલના પ્રસ્તાવિત અધિગ્રહણ (Proposed Acquisition) માટે કરશે. આ ઉપરાંત, પહેલાથી જ હસ્તગત કરાયેલ 'અશ્વિની મેડિકલ સેન્ટર' ની ખરીદી રકમની આંશિક ચુકવણી માટે રૂ. 12.40 કરોડ ખર્ચવામાં આવશે અને રૂ. 10.78 કરોડ ભરૂચ સ્થિત તેની પેટાકંપની 'હાર્મની મેડિકેર' માં વધારાનો હિસ્સો ખરીદવા માટે ખર્ચવામાં આવશે.

8 / 8
કંપની વડોદરામાં નવી હોસ્પિટલ સ્થાપવા માટે રૂ. 30.09 કરોડ, વડોદરામાં ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રોબોટિક્સ સાધનો ખરીદવા માટે રૂ. 6.82 કરોડ અને કેટલાક દેવાની ચુકવણી માટે રૂ. 1.2 કરોડનો ઉપયોગ કરશે. બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

Published On - 5:05 pm, Fri, 19 December 25