
એવું કહેવામાં આવે છે કે, પંજાબનું અટારી ગામ ભારત-પાકિસ્તાન બોર્ડર પર વસેલું છેલ્લું ગામ છે. આ ગામથી અમૃતસર અંદાજે 28 કિલોમીટર દુર આવેલું છે. અટારી સિવાય અન્ય કેટલીક જગ્યાઓ છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે. ચાલો જાણીએ કે કયા ભારતીય રાજ્યો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

ભારત-પાકિસ્તાન સરહદની કુલ લંબાઈ 3323 કિમી છે. ભારત-પાકિસ્તાન સરહદને ઈન્ટરનેશનલ સરહદ પણ કહેવામાં આવે છે. ભારતના જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સાથે જોડાયેલી તમામ સરહદો પર સુરક્ષા કડક કરવામાં આવી છે.

ગુજરાતની સાથે પાકિસ્તાનની બોર્ડરની કુલ લંબાઈ 512 કિમી છે.કચ્છના રણ સાથે પાકિસ્તાનની સરહદની લંબાઈ 508 કિમી છે. ગુજરાત સરહદ પર પણ ફોર્સને એલર્ટ કરવામાં આવ્યું છે.

ગુજરાત પાકિસ્તાન સાથે 512 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.