Independence Day 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં કરી, જુઓ ફોટા
દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે.
1 / 5
ગુજરાતમાં આજે રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં યોજાયો છે. રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ નડિયાદ SRP ગ્રાઉન્ડમાં યોજાયો છે.
2 / 5
ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલ 14 ઓગસ્ટના રોજ નડિયાદ પહોંચી ગયા હતા.
3 / 5
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સાથે હિન્દુ અનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી.
4 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.
5 / 5
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ અને ગાંધીજીના ખેડા સત્યાગ્રહના દિવસોને યાદ કર્યા હતા.
Published On - 10:56 am, Thu, 15 August 24