પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમમાં રોકાણ કરો અને ગણતરીના મહિનાઓમાં મેળવો બમણા રૂપિયા!

જો તમે પણ તમારી કમાણીમાંથી સેવિંગ કરીને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

| Updated on: May 24, 2026 | 5:20 PM
1 / 7
જ્યારે સુરક્ષિત રોકાણ અને શાનદાર વળતરની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ હંમેશા લોકોની પહેલી પસંદ રહી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતની કમાણી એવી જગ્યાએ રોકાય જ્યાં જોખમ શૂન્ય હોય અને વળતર તગડું મળે. આ બાબતમાં પોસ્ટ ઓફિસની સ્કીમ્સ સૌથી લોકપ્રિય છે, કારણ કે તેના પર ભારત સરકાર પોતે સુરક્ષાની સો ટકા ગેરંટી આપે છે. આવી જ એક શાનદાર સરકારી યોજના છે પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ, જેમાં એકસાથે નાણાં રોકવાથી તે સીધા ડબલ થઈ જાય છે.

2 / 7
આવો જાણીએ આ સ્કીમનું આખું ગણિત અને તે કેવી રીતે કામ કરે છે:

3 / 7
115 મહિનામાં પૈસા થઈ જશે ડબલ: પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના પોતાના રોકાણકારોને નાણાં બમણા કરવાની પાકી ગેરંટી આપે છે. આ સ્કીમમાં સરકાર તરફથી વાર્ષિક 7.50 ટકા જેટલું જોરદાર વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનાનો છે. આ સમયગાળો પૂરો થતાં જ રોકાણકારને તેની મૂળ રકમ કરતાં બમણી રકમ પરત મળે છે.

4 / 7
માત્ર ₹1000 થી શરૂઆત અને ખાતા ખોલવાની કોઈ મર્યાદા નહીં: આ સરકારી સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે આમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે ઓછામાં ઓછા ₹1000 થી આ એકાઉન્ટ ખોલાવી શકો છો અને વધુમાં વધુ ગમે તેટલી રકમ રોકી શકો છો. આ યોજના હેઠળ રોકાણકારો સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ પોતાની મરજી મુજબ ગમે તેટલા કિસાન વિકાસ પત્ર એકાઉન્ટ ખોલાવી શકે છે, તેના પર કોઈ પ્રતિબંધ નથી. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે પણ આ ખાતું ખોલાવી શકાય છે.

5 / 7
વ્યાજની ગણતરી અને પૈસા ડબલ થવાનું સમીકરણ: આ સ્કીમમાં વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિના આધારે થાય છે, જેના લીધે પૈસા ઝડપથી વધે છે. ઉદાહરણ તરીકે, જો તમે આ સ્કીમમાં ₹5 લાખનું રોકાણ કરો છો, તો 7.5 ટકા વ્યાજના હિસાબે-

6 / 7
પહેલા વર્ષના અંતે આ રકમ વધીને ₹5.37 લાખ થઈ જશે. બીજા વર્ષે તે વધીને ₹5.77 લાખ થશે. પાંચમા વર્ષે આ રકમ ₹7.17 લાખ પર પહોંચશે. આઠમા વર્ષે તે ₹8.91 લાખ થઈ જશે. બરાબર 9 વર્ષ અને 7 મહિના (115 મહિના) પૂરા થતાં જ તમને પૂરેપૂરા ₹10 લાખ રોકડા મળશે.

7 / 7
ખાતું કેવી રીતે ખોલાવવું અને પૈસા ઉપાડવાનો નિયમ: આ યોજનામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા પબ્લિક સેક્ટર બેંકમાં જઈને ઑફલાઇન ફોર્મ ભરીને આ ખાતું શરૂ કરી શકો છો. અહીં એક મહત્વનો નિયમ એ ધ્યાનમાં રાખવાનો છે કે રોકાણ કર્યાની તારીખથી લઈને અઢી વર્ષ (30 મહિના) પૂરા થાય તે પહેલાં તમે સામાન્ય સંજોગોમાં આમાંથી પૈસા પાછા ખેંચી શકતા નથી. વ્યાજખોરી કે શેરબજારના જોખમોથી દૂર રહીને ફિક્સ રિટર્ન મેળવવા માટે આ એક ઉત્તમ માધ્યમ છે.

Follow Us