બંને હાથથી આ તક ઝડપી લેજો… IT કંપની આપશે પ્રતિ શેર ₹270 નું જંગી ડિવિડન્ડ, જાણી લો ‘રેકોર્ડ ડેટ’

IT સેક્ટરની અગ્રણી કંપની એ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹270 ના ફાઈનલ ડિવિડન્ડ ની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ ડેટ મંગળવાર, 4 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. T+1 સેટલમેન્ટ નિયમ મુજબ, આ ડિવિડન્ડ મેળવવા માટે સોમવાર, 3 ઓગસ્ટ સુધીમાં શેર ખરીદવા જરૂરી છે.

| Updated on: Aug 01, 2026 | 6:44 PM
1 / 6
IT સેક્ટરની જાણીતી કંપનીના શેર પર આવતા અઠવાડિયે બજારના રોકાણકારોની ખાસ નજર રહેવાની છે. બેંગલુરુ હેડક્વાર્ટર ધરાવતી આ ટેક કંપનીના ફાઈનલ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ ખૂબ જ નજીક આવી ગઈ છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹270 (₹10 ની ફેસ વેલ્યૂ પર 2700 ટકા) નું ભારે-ભરખમ ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ માટે એક્સ-ડેટ મંગળવાર, 4 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે.

2 / 6
ભારતીય શેરબજારમાં T+1 સેટલમેન્ટ નિયમ લાગુ હોવાને કારણે, જો કોઈ રોકાણકાર આ ડિવિડન્ડનો લાભ લેવા માંગતો હોય તો તેણે સોમવાર, 3 ઓગસ્ટ 2026 સુધીમાં કંપનીના શેર ખરીદવા પડશે. કંપનીની આગામી 74મી વાર્ષિક સામાન્ય સભા (AGM) 11 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનાર છે, જ્યાં શેરધારકોની મંજૂરી મળ્યા બાદ જ ડિવિડન્ડ પાસ કરવામાં આવશે.

3 / 6
શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, 4 ઓગસ્ટે કારોબારી સમય પૂરો થવા સુધીમાં જે રોકાણકારોના નામ કંપનીના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે. ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા લોકોને NSDL અને CDSL દ્વારા આપવામાં આવેલા રેકોર્ડના આધારે ચુકવણી મળશે, જ્યારે ફિઝિકલ શેરધારકોના નામ રેકોર્ડ ડેટ પર કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલા હોવા જોઈએ. શેરધારકોની મંજૂરી બાદ ડિવિડન્ડના નાણાં 14 ઓગસ્ટ 2026 અથવા ત્યારપછી રોકાણકારોને મોકલવામાં આવશે.

4 / 6
બોશનો ડિવિડન્ડ આપવાનો ઈતિહાસ ખૂબ જ મજબૂત રહ્યો છે. આ પહેલાં કંપનીએ વર્ષ 2025 માં પ્રતિ શેર ₹512 નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2024 માં કંપનીએ ₹170 નું ફાઈનલ અને ફેબ્રુઆરીમાં ₹205 નું વચગાળાનું (ઇન્ટરિમ) ડિવિડન્ડ વહેંચ્યું હતું, જ્યારે વર્ષ 2023 માં ₹280 નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું.

5 / 6
કંપનીના ત્રિમાસિક પ્રદર્શનની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કામકાજ ખૂબ મજબૂત રહ્યું છે. આ દરમિયાન ઓપરેશન્સમાંથી રેવન્યૂ વાર્ષિક ધોરણે 13.3 ટકા વધીને ₹5,566 કરોડ પર પહોંચી ગયું છે, તો બીજી તરફ નેટ પ્રોફિટ 2 ટકાના વધારા સાથે ₹569 કરોડ રહ્યો છે.

6 / 6
કંપનીનો EBITDA 21 ટકા વધીને ₹782 કરોડ થયો છે અને એબિટડા માર્જિન ગયા વર્ષના 13.2 ટકાથી સુધરીને 14 ટકા પર આવી ગયું છે. આ ગ્રોથને મુખ્યત્વે મોબિલિટી બિઝનેસ તરફથી ટેકો મળ્યો છે, જ્યાં પ્રોડક્ટ સેલ્સમાં 23.3 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, પાવર સોલ્યુશન્સ બિઝનેસ 27.4 ટકા વધ્યો છે, જ્યારે એપ્રિલ 2025 થી OBD-II નિયમો લાગુ થયા બાદ એક્ઝોસ્ટ ગેસ સેન્સર્સની વધતી માંગને કારણે ટુ-વ્હીલર બિઝનેસમાં 63.4 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.