હવે દિહાડી મજૂરો અને નાના વેપારીઓ પણ મેળવશે પેન્શન: જાણો શું છે સરકારની નવી NPS સંચય યોજના

શું તમે જાણો છો કે હવે પ્લમ્બર, ઈલેક્ટ્રીશિયન અને નાના દુકાનદારો પણ સરકારી પેન્શનના હકદાર બની શકે છે? પીએફઆરડીએ (PFRDA) દ્વારા ખાસ અસંગઠિત ક્ષેત્ર માટે શરૂ કરાયેલી આ યોજનાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.

| Updated on: May 14, 2026 | 9:33 PM
1 / 5
ભારતમાં અંદાજે 90 ટકા શ્રમિકો એવા છે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેમ કે છૂટક મજૂરી કરનારા, ઘરેલું કામદારો કે ગિગ વર્કર્સ. અત્યાર સુધી આ લોકો માટે કોઈ ખાસ પેન્શન વ્યવસ્થા નહોતી. પરંતુ હવે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા 'એનપીએસ સંચય યોજના' (NPS Vatsalya) શરૂ કરવામાં આવી છે, જે શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપશે.

2 / 5
યોજનાની ખાસિયત:આ યોજના માત્ર બચત નથી, પણ એક સામાજિક સુરક્ષા કવચ છે. જે રીતે મોટા પગારદાર કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન મળે છે, બરાબર તેવી જ સુવિધા હવે સામાન્ય શ્રમિકોને પણ મળશે. આ યોજનાની શરતો જૂની એનપીએસ જેવી જ છે, પરંતુ તેને ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે સરળ બનાવવામાં આવી છે.

3 / 5
રોકાણની મર્યાદા અને સુવિધાઓ: આ યોજનામાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. તમે માત્ર 500 રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. ત્યારબાદ વર્ષમાં ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, જરૂરિયાતના સમયે તમે આ યોજનામાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal) પણ કરી શકો છો.

4 / 5
ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવવું?: તમારે ક્યાંય લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઈ-એનપીએસ પોર્ટલ અથવા કેફિનટેક દ્વારા ઓનલાઈન ખાતું ખોલી શકો છો. જો તમારે ઓફલાઈન ખાતું ખોલાવવું હોય, તો કોઈપણ બેંક, નાણાકીય સંસ્થા અથવા સર્વિસ સેન્ટર (PoP - Point of Presence) પર જઈને નોંધણી કરાવી શકો છો.

5 / 5
સરકારનો ઉદ્દેશ્ય રોકાણની જટિલતાઓ દૂર કરીને સામાન્ય માણસને પેન્શન સાથે જોડવાનો છે. આ યોજના દ્વારા શ્રમિકો કોઈપણ સલાહના અભાવ વગર પણ સુરક્ષિત રોકાણ કરી શકશે અને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકશે.

Follow Us