Government Schemes : સરકારે કર્યું મોટું એલાન ! હવે PPF થી લઈને સુકન્યા સમૃદ્ધિ યોજના પર આટલું વ્યાજ મળશે

સરકારે નાની બચત યોજનાઓ (Small Savings Schemes) માટેના વ્યાજ દરો જાહેર કર્યા છે. આ દરો ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે લાગુ પડશે.

| Updated on: Sep 30, 2025 | 8:10 PM
1 / 5
સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે બધી નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે. આમાં સામાન્ય રીતે પોસ્ટ ઓફિસ બચત યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.

2 / 5
જણાવી દઈએ કે, આ યોજનાઓ મુખ્યત્વે પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે. સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે.

3 / 5
વ્યાજ દરની વાત કરીએ તો, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે, આ યોજનાઓ પરના વ્યાજ દર સમાન રહેશે. સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરની જાહેરાત કરે છે.

4 / 5
સરકારે મોટી બચત યોજનાઓ પરના વ્યાજ દરને યથાવત રાખ્યા છે. સરળ રીતે કહીએ તો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1%, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7.7%, સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) બંને 8.2% વ્યાજ આપે છે. આ બધી સ્મોલ સેવિંગ સ્કીમ્સને સામાન્ય રીતે 'પોસ્ટ ઓફિસ સ્કીમ' તરીકે ઓળખવામાં આવે છે.

5 / 5
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પરના વ્યાજ દર શ્યામલા ગોપીનાથ સમિતિની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માર્ગદર્શિકા અનુસાર, નાની બચત યોજનાઓ પરનું રિટર્ન 'સેન્ટ્રલ ગવર્મેન્ટ'ની સિક્યોરિટીઝ (G-secs) પરના 'સેકન્ડરી માર્કેટ યીલ્ડ' જેટલું હોવું જોઈએ. આમાં 25 બેસિસ પોઈન્ટનું વધારાનું માર્જિન પણ ઉમેરવામાં આવે છે.

Published On - 8:08 pm, Tue, 30 September 25

Follow Us