LIC ના શેરહોલ્ડર્સ માટે ખુશખબર, શેરના ભાવ પહેલી વખત 1000 રૂપિયાને પાર, માર્કેટ કેપ થયું 6 લાખ કરોડથી વધારે

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC ના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. પહેલી વખત શેરના ભાવ 1000 રૂપિયાને પાર થયા છે. આ ઉપરાંત માર્કેટ કેપ પણ 6 લાખ કરોડ રૂપિયાથી વધારે થયું છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે શેરના ભાવ 6.58 ટકાના વધારા સાથે 1006.85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

| Updated on: Feb 06, 2024 | 1:32 PM
1 / 5
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC ના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. પહેલી વખત શેરના ભાવ 1000 રૂપિયાને પાર થયા છે. આ ઉપરાંત માર્કેટ કેપ પણ 6 લાખ કરોડ રૂપિયાથી વધારે થયું છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે શેરના ભાવ 6.58 ટકાના વધારા સાથે 1006.85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

2 / 5
LIC ના શેર આજના ટ્રેડિંગના દિવસે 1027.05 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યા હતા. કંપનીનું માર્કેટ કેપ 6,36,832.39 કરોડ રૂપિયા છે. બે વર્ષ પહેલા મે 2022 માં શેર 949 રૂપિયાના ઈસ્યુ પ્રાઈસ પર જાહેર કરવામાં આવ્યા હતા. રિટેલ ઈન્વેસ્ટર્સ અને કર્મચારીઓને શેર દીઠ 45 રૂપિયાના ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. પોલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

3 / 5
એલઆઈસીના શેરમાં થયેલા વધારાથી જાન્યુઆરીમાં જ માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની હતી. હાલ SBIનું માર્કેટ કેપ 5.79 લાખ કરોડ રૂપિયા અને LIC નું માર્કેટ કેપ 6.37 લાખ કરોડ રૂપિયા છે.

4 / 5
LICના શેર 29 માર્ચ, 2023ના રોજ 530.20 રૂપિયના એક વર્ષના તળિયે હતા. ત્યારબાદ 11 મહિનામાં શેરમાં અંદાજે 94 ટકાના વધારા સાથે 1,027.05 ના રેકોર્ડ હાઈ પર ગયો છે. બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝ માને છે કે, તે 29 નવેમ્બરે જીવન ઉત્સવની વિશેષ યોજના શરૂ થવાને કારણે છે.

5 / 5
એલઆઈસીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, તે આગામી સમયમાં વધારે 3 થી 4 પ્લાન લોન્ચ કરશે જેથી નવા બિઝનેસ પ્રીમિયમની વૃદ્ધિ ડબલ ડિજિટમાં થાય. આ સિવાય RBIએ HDFC બેંકમાં તેનો હિસ્સો વધારીને 9.99 ટકા કરવાની મંજૂરી આપી છે. હાલમાં તે બેંકમાં 5.19 ટકા હિસ્સો ધરાવે છે.

Published On - 2:33 pm, Mon, 5 February 24

Follow Us