
નવો GST સ્લેબ 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે કાર પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે. આનું કારણ એ છે કે, કાર કંપનીઓ અને ડીલરો તેમના જૂના સ્ટોકને ઝડપથી વેચીને કમ્પેનસેશન સેસનું નુકસાન ઘટાડવા માંગે છે.

આ સેલમાં, હેચબેકથી લઈને લક્ઝરી SUV સુધીની કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે ₹65,000 થી ₹30 લાખ સુધીની વચ્ચે હોઈ શકે છે.

રેન્જ રોવર જેવી લક્ઝરી SUV પર ₹30 લાખનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, મર્સિડીઝ બેન્ઝ S450 પર ₹11 લાખ અને વોલ્વો XC60 પર ₹4.8 લાખ સુધીની બચત થઈ રહી છે.

ગ્રાહકોને સ્કોડા CDA LNK જેવી મિડ-રેન્જ કાર પર ₹3.28 લાખ, હોન્ડા એલિવેટ પર ₹1.83 લાખ, MG હેક્ટર પર ₹1.5 લાખ, રેનો કાઇગર પર લગભગ ₹1 લાખ અને ટાટા પંચ પર પણ ₹78,000 જેટલો ફાયદો મળશે.

MNM એ પહેલાથી જ તેની ગાડીઓ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેમાં XUV 3XO પર ₹1.5 લાખ જેટલી બચત થઈ શકે છે. Kia Seltos પર ₹2.25 લાખ, Skoda Kushaq પર ₹3.21 લાખ અને Hyundai Alcazar પર ₹75,376 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વધુમાં, Mahindra Scorpio N, XUV 7O, MG Guster અને Fortuner પર પણ ગજબના ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, 22 સપ્ટેમ્બર પછી આ ડિસ્કાઉન્ટ ઘટી જશે. આથી, તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ સમયે ગાડી ખરીદવી એ ગ્રાહકો માટે સૌથી નફાકારક તક છે.
Published On - 8:46 pm, Wed, 17 September 25