AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું કે ચાંદી? Gold-Silver Ratio એ આપ્યો ‘મોટો સંકેત’, જાણો અત્યારે કઈ ધાતુમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

રોકાણકારો માટે અત્યારે એક સૌથી મોટો સવાલ એ છે કે, સોનું ખરીદવું કે ચાંદી? કયો વિકલ્પ વધુ ફાયદાકારક રહેશે? સામાન્ય રીતે રોકાણકારો આ બંનેને એકસરખા જ ગણે છે પણ અત્યારે માર્કેટમાં કંઈક એવું થઈ રહ્યું છે કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

| Updated on: Jun 16, 2026 | 5:15 PM
Share
સોનું ખરીદવું કે ચાંદી? આખરે શેમાં રોકાણ કરવું? આ સવાલ આજકાલ ઘણા રોકાણકારોના મનમાં છે. જો કે, ગોલ્ડ-સિલ્વર રેશિયો (Gold-Silver Ratio) 62 ની ઉપર પહોંચ્યા પછી માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં 'સોનું' ચાંદી કરતાં વધુ સારું રિટર્ન આપી શકે છે. જીઓ-પોલિટિકલ તણાવ, કેન્દ્રીય બેંકોની ખરીદી અને સુરક્ષિત રોકાણની વધતી માંગે સોનાની ચમક વધારી દીધી છે.

1 / 6
ગોલ્ડ-સિલ્વર રેશિયો દર્શાવે છે કે, એક ઔંસ સોનું ખરીદવા માટે કેટલા ઔંસ ચાંદીની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જો આ રેશિયો 62 છે, તો તેનો અર્થ એ છે કે; એક ઔંસ સોનાની કિંમત 62 ઔંસ ચાંદી બરાબર છે. સામાન્ય રીતે વધતો ગોલ્ડ-સિલ્વર રેશિયો એ વાતનો સંકેત માનવામાં આવે છે કે, 'સોનું' ચાંદીની સરખામણીમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. એવામાં ઘટતો રેશિયો ચાંદીની મજબૂતી દર્શાવે છે. મે મહિનામાં ઘટાડા પછી ગોલ્ડ-સિલ્વર રેશિયો ફરીથી 62ના સ્તરથી ઉપર પહોંચી ગયો છે. ફંડ હાઉસનું અનુમાન છે કે, આ રેશિયો આગળ વધીને 68 સુધી જઈ શકે છે. જો આવું થાય છે, તો તેનો અર્થ એ થશે કે સોનાની માંગ ચાંદીની સરખામણીમાં વધુ મજબૂત બનેલી છે અને સોનું સારું રિટર્ન આપી શકે છે. અહેવાલ મુજબ, વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ અને સુરક્ષિત રોકાણની વધતી માંગ સોનાને સપોર્ટ આપી રહી છે.

2 / 6
સોનું લાંબા સમયથી સુરક્ષિત રોકાણ (Safe Haven Asset) માનવામાં આવે છે. વધુમાં જ્યારે દુનિયામાં યુદ્ધ, આર્થિક સંકટ કે રાજકીય અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો સોના તરફ વળે છે. વર્તમાન સમયમાં અમેરિકા-ઈરાન સાથે જોડાયેલી ઘટનાઓ અને વૈશ્વિક તણાવના કારણે સોનાની માંગ વધેલી છે. આ સિવાય દુનિયાભરની કેન્દ્રીય બેંકો પણ સતત સોનું ખરીદી રહી છે.

3 / 6
અહેવાલ અનુસાર, છેલ્લા એક દાયકામાં કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી અંદાજે બમણી થઈ ચૂકી છે. ભારત પણ આ ટ્રેન્ડમાં જોડાયેલ છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2024માં 72.6 ટન સોનું ખરીદ્યું હતું, જેનાથી ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સેન્ટ્રલ બેંક ગોલ્ડ બાયર (ખરીદનાર) બન્યો. જાન્યુઆરી 2026 સુધીમાં ભારતનું કુલ ગોલ્ડ રિઝર્વ અંદાજે 880 ટન સુધી પહોંચી ગયું અને વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં સોનાનો હિસ્સો વધીને 16.2% થઈ ગયો.

4 / 6
ચાંદીની ખાસિયત એ છે કે, તે માત્ર એક કિંમતી મેટલ જ નહીં પરંતુ એક ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક) મેટલ પણ છે. આનો ઉપયોગ સોલર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સેમિકન્ડક્ટર અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થાય છે. જો કે, તાજેતરના મહિનાઓમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં સુસ્તી અને ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં નરમાઈના કારણે ચાંદી પર દબાણ જોવા મળ્યું છે. આ જ કારણ છે કે, નજીકના સમયમાં ચાંદીનું પ્રદર્શન મર્યાદિત રહી શકે છે.

5 / 6
નિષ્ણાતોનું માનવું છે કે, લાંબાગાળે ચાંદીની સ્ટોરી હજુ પણ મજબૂત છે. વર્ષ 2026 સતત છઠ્ઠું વર્ષ હોઈ શકે છે, જ્યારે વૈશ્વિક ચાંદીની માંગ સપ્લાય (પુરવઠા) કરતાં વધુ રહેશે. આ સિવાય EV, સોલર એનર્જી અને હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીમાં વધતો ઉપયોગ ચાંદીની માંગને લાંબા સમય સુધી સપોર્ટ આપી શકે છે. ચીનમાં પણ વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ચાંદીની માંગ આઠ વર્ષના હાઈ લેવલ (ઉચ્ચ સ્તરે) પર પહોંચી ગઈ છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા! 18 જૂને શેરબજારમાંથી હંમેશા માટે હટી જશે આ ‘મોટું નામ’, હવે નહીં થઈ શકે ‘ટ્રેડિંગ’

Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'

'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા

ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ

RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો

મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video

સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video

ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ

g clip-path="url(#clip0_868_265)">