
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આજે 30 સપ્ટેમ્બરના દિવસે સતત ત્રીજા દિવસે સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે. બોન્ડ યીલ્ડમાં વધારો અને વ્યાજદરમાં આગળ પણ વધારો થવાની સંભાવનાએ સોનાના ભાવ પર વધુ દબાણ વધાર્યું છે. (Image Source | iStock)

એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,890 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,560નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં મંદીના કારણે એક દિવસ સ્થિર રહ્યા બાદ સપ્ટેમ્બરના અંતિમ દિવસે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈ છે. (Image Source | iStock)

દિલ્હીમાં 24 કેરેટ (10 ગ્રામ) સોનાના ભાવ ₹1,48,940 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ ₹1,36,540 અને ₹1,11,740 છે. (Image Source | iStock)

મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 24 કેરેટ (10 ગ્રામ) સોનાના ભાવ ₹1,48,790 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ ₹1,36,390 અને ₹1,11,590 છે. (Image Source | iStock)

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,48,840 છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,36,440 છે. આ ભાવ 10 ગ્રામ પ્રમાણે છે. (Image Source | iStock)

એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ પહેલાં સતત ત્રણ દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ 28 સપ્ટેમ્બરે એક કિલો ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો થયો હતો. (Image Source | iStock)

હવે આજના એટલે કે 30 સપ્ટેમ્બરના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,39,900ના ભાવે વેચાઈ રહી છે. અન્ય મુખ્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ એક કિલો ચાંદીનો ભાવ ₹2,39,900 છે. (Image Source | iStock)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)