
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 14 ઓગસ્ટ 2026 ના રોજ નોંધાયો હતો. આ દિવસે 24 કેરેટ સોનાની કિંમત ₹1,52,940 પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,40,200 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,14,710 હતો. (Image Source | Groww)

ત્યારબાદ સોનાના ભાવમાં સતત વધારાનું વલણ જોવા મળ્યું હતું અને આજે 22 ઓગસ્ટ 2026 સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. (Image Source | iStock)

આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,540 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જે આ 10 દિવસનો સૌથી ઊંચો ભાવ છે. આ જ રીતે 22 કેરેટ સોનું ₹1,47,160 અને 18 કેરેટ સોનું ₹1,20,410 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. (Image Source | iStock)

આ સમયગાળા દરમિયાન સૌથી મોટો દૈનિક ઉછાળો 20 ઓગસ્ટ 2026 ના રોજ આવ્યો હતો, જ્યાં એક જ દિવસમાં સોનાના ભાવમાં ₹4,300 (2.77%) નો મોટો વધારો જોવા મળ્યો હતો. (Image Source | iStock)

છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં સૌથી નીચી સપાટીથી લઈને અત્યાર સુધીમાં પ્રતિ 10 ગ્રામે ₹7,600 થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. (Image Source | iStock)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)