
સતત ત્રીજા દિવસે આજે 6 મે 2026ના રોજ સોનાની ચમક ફીકી પડી છે. જ્યારે ચાંદી પણ સતત બીજે દિવસે સસ્તી થઈ છે.

યુએસ ડોલરની મજબૂતાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સોના પર દબાણ જોવા મળી રહ્યું છે.

આજે બુધવાર 6થી મે 2026ના રોજ સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1760 જેટલો ઘટ્યો છે જ્યારે 22 કેરેટ સોનામાં ₹1610ની ઘટાડો નોંધાયો છે.

ચાંદીની વાત કરીએ તો, સતત બે દિવસની સ્થિરતા પછી હવે બીજા દિવસે પણ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 10100 જેટલો ઘટ્યા છે.

6 મેની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹149220 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹136890 પ્રતિ 10 ગ્રામ છે તો મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹149170 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹136740 પ્રતિ 10 ગ્રામ થયો છે.

સાથે જ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹149220 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹136790 પ્રતિ 10 ગ્રામ છે

વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી