
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી ન થવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

આજે 13મી મે ના રોજ સતત ત્રીજા દિવસે સોનાની ચમક વધી છે. એક દિવસ સ્થિર રહ્યા પછી, સતત ત્રીજા દિવસે સોનું મોંઘું થયું છે. આ ત્રણ દિવસમાં, 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ 1640 અને 22 કેરેટ સોનું 1510 રૂપિયા મોંઘું થયું છે.

આજની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું 10 રૂપિયાથી મોંઘું થયું છે.

સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી ચાંદી સતત બીજા દિવસે દિલ્હીમાં મોંઘી થઈ છે. આ બે દિવસમાં તેની કિંમત પ્રતિ કિલો 15,00 રૂપિયા વધી છે. સોના અને ચાંદી પરનો આયાત કર હવે 6%થી વધીને 15% થયો છે.

અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,040 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,41,210 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,550 રૂપિયા છે.

વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી