

માર્કેટમાં થયેલ આ ઉછાળો દર્શાવે છે કે, રોકાણકારો હવે સલામત રોકાણ તરફ વળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું અને ચાંદી બંને એક ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. હાલ હાજર સોનાનો ભાવ લગભગ 2 ટકા વધીને 3,949.58 ડોલર પ્રતિ ઔંસ થયો, જે અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ ભાવ છે. આવી જ રીતે, ચાંદીના ભાવ 1 ટકાથી વધુ વધીને 48.75 ડોલર પ્રતિ ઔંસ થયા છે.

નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં આ વધારો અનેક પરિબળો સાથે જોડાયેલો છે. પહેલા તો આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા જિયો-પોલિટિકલ તણાવને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. બીજું કે, યુએસ ડોલરની નબળાઈ અને રૂપિયાની ડેપ્રિસિએશનને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લે જોઈએ તો, કેન્દ્રીય બેંકો દ્વારા મોટાપાયે સોનાની ખરીદી પણ આ ઉછાળાને વેગ આપી રહી છે.
