
અમેરિકાના મહત્વના જોબ્સ ડેટા જાહેર થાય તે પહેલા જ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો (Gold Silver Price Hike Today) જોવા મળ્યો હતો. નબળા આર્થિક આંકડાઓને કારણે અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો છે, જેનાથી ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા વધી છે અને કિંમતી ધાતુઓના ભાવને ટેકો મળ્યો છે.

સ્પૉટ ગોલ્ડ 0.3 ટકા વધીને 5,038.73 ડોલર પ્રતિ ઔંસ (Gold Price Today) પર પહોંચી ગયું છે, જ્યારે અમેરિકાનું એપ્રિલ ગોલ્ડ ફ્યુચર્સ 0.6 ટકા વધીને 5,060.60 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું. સ્પૉટ સિલ્વર 1 ટકા ઉછળીને 81.49 ડોલર પ્રતિ ઔંસ (Silver Rate Today) થયું હતું, જે પાછલા સત્રમાં 3 ટકાથી વધુના ઘટાડા બાદ રિકવરી છે.

કિંમતી ધાતુઓમાં આ ઉછાળો અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઘટાડાની સાથે જોવા મળ્યો હતો. મંગળવાર (10 ફેબ્રુઆરી) ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ડિસેમ્બરમાં રિટેલ વેચાણ સ્થિર રહેવાની માહિતી મળી હતી. અર્થશાસ્ત્રીઓના મતે, વાહન અને બીજી મોંઘી વસ્તુઓ પરના ખર્ચમાં નબળાઈને કારણે ગ્રાહક માંગમાં નરમાશ તેમજ વર્ષ 2026 માં અમેરિકી અર્થતંત્રના ધીમા વિકાસનો સંકેત મળ્યો છે.

ઓછી યીલ્ડ (વળતર) સામાન્ય રીતે સોના અને ચાંદી જેવી વ્યાજ ન આપતી અસ્કયામતો (Assets) ને ટેકો આપે છે. બજારના સંકેતો દર્શાવે છે કે, આ વર્ષે ઓછામાં ઓછી 2 વાર 25 બેસિસ પોઈન્ટના વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા છે, જેની શરૂઆત જૂન મહિનાથી થઈ શકે છે.

જો કે, નીતિ નિર્ધારકો (Policy Makers) એ સાવચેત વલણનો સંકેત આપ્યો હતો. ક્લીવલેન્ડ ફેડના અધ્યક્ષ બેથ હેમેકે (Beth Hammack) જણાવ્યું હતું કે, આ વર્ષે દરોમાં ફેરફાર કરવાની કોઈ ઉતાવળ નથી અને આર્થિક દૃષ્ટિકોણ (Economic OutLook) ને સાવધાનીપૂર્વક આશાવાદી (Optimistic) ગણાવ્યો હતો. હવે ટ્રેડર્સની નજર બુધવાર (11 ફેબ્રુઆરી) ના રોજ જાહેર થનારા જાન્યુઆરી નોન-ફાર્મ પેરોલ રિપોર્ટ અને શુક્રવાર (13 ફેબ્રુઆરી) ના રોજ આવનારા અમેરિકી મોંઘવારી (US Inflation Data) ના આંકડાઓ પર છે, જેનાથી ફેડની નીતિની દિશા અંગે સ્પષ્ટ સંકેત મળી શકે છે.

ભાટિયાના જણાવ્યા અનુસાર, ઘરેલુ રોકાણકારો દ્વારા કોમોડિટીમાં રોકાણ વધારવા અને ઓછી કિંમતની ઇક્વિટી વ્યૂહરચનાઓને પોર્ટફોલિયો સંતુલન (Portfolio Balancing) અને મજબૂતી માટે જોવામાં આવી રહી છે.