
નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયો મજબૂત થવાને કારણે લગ્નની સિઝનમાં સોનું ખરીદવું વધુ સસ્તું બન્યું છે. એક દિવસની સ્થિરતા બાદ આજે સતત ત્રીજા દિવસે સોનાની ચમક ફીકી પડી છે. (Image Source | AI Generated)

છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,590 અને 22 કેરેટના સોનામાં ₹1,460નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે છેલ્લા 10 દિવસમાં 24 કેરેટ સોનું ₹7,540 અને 22 કેરેટ સોનું ₹6,910 સસ્તું થયું છે. (Image Source | AI Generated)

દેશના મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવની વિગતો સામે આવી છે. જેમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના દર દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ અને પટનામાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ ₹1,36,090, 22 કેરેટ જ્વેલરી ગોલ્ડનો ભાવ ₹1,24,740 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,02,070 નોંધાયો છે. (Image Source | AI Generated)

રાજધાની દિલ્હી સહિત લખનઊ અને જયપુરમાં સોનાના ભાવ અન્ય શહેરોની સરખામણીમાં થોડા ઊંચા જોવા મળી રહ્યા છે. આ ત્રણેય શહેરોમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,36,190 પર પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો દર ₹1,24,840 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,02,170 નોંધાયો છે. (Image Source | AI Generated)

બીજી તરફ, આર્થિક રાજધાની મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં સોનાના દરોમાં સંપૂર્ણ એકસમાનતા જોવા મળી છે. આ ચારેય મેટ્રો શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,36,030, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,24,690 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,02,020 રહ્યો છે. આ ઉપરાંત, ચેન્નઈમાં પણ 24 કેરેટ સોનું ₹1,36,030 અને 22 કેરેટ સોનું ₹1,24,690 ના સ્તરે છે, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,02,040 નોંધાયો છે. (Image Source | AI Generated)

એક દિવસની સ્થિરતા બાદ આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજના ઘટાડા સાથે છેલ્લા 10 દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં ₹15,100નો ઘટાડો થયો છે. (Image Source | AI Generated)

હાલમાં દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ ₹1,89,900 છે. અન્ય મહત્ત્વનાં મહાનગરો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે. (Image Source | AI Generated)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)