ચૂપચાપ ખેલાઈ રહ્યો છે ચાંદીનો સૌથી ‘મોટો ખેલ’, ડ્રેગનની એક ચાલ અને આખું વિશ્વ ચોંકી ગયું

વૈશ્વિક સ્તરે બદલાતા માહોલ વચ્ચે ચાંદીના બજારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચીને આ વર્ષના શરૂઆતના સમયમાં ચાંદીને લઈને એવા પગલાં ભર્યા છે કે, જેનાથી છેલ્લા 8 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

| Updated on: Mar 21, 2026 | 7:01 PM
1 / 5
વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીને ચાંદીના બજારમાં એક મોટું પગલું ભર્યું છે. વર્ષ 2026ના પ્રથમ બે મહિનામાં જ ચીને ચાંદીની આયાતમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કસ્ટમ્સ ડેટા અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચીને 790 ટનથી વધુ ચાંદીની આયાત કરી છે, જેમાં માત્ર ફેબ્રુઆરીમાં જ 470 ટનનો વાર્ષિક રેકોર્ડ નોંધાયો છે.

2 / 5
કિટકોના અહેવાલ મુજબ, ઉદ્યોગો અને રોકાણ ક્ષેત્રમાં ચાંદીની મજબૂત માંગને કારણે સ્થાનિક કિંમતો વૈશ્વિક સ્તર કરતા ઘણી ઉપર પહોંચી ગઈ હતી. આના પરિણામે ઘરેલું સ્ટોકમાં ઝડપથી ઘટાડો થયો અને વિદેશોમાંથી ખરીદીમાં વધારો કરવો પડ્યો. વર્ષ 2026માં ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. 29 જાન્યુઆરી 2026ના રોજ હાજર ચાંદી (Spot Silver) $121.62 પ્રતિ ઓસની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી પરંતુ 6 ફેબ્રુઆરી સુધીમાં તે ઘટીને $64 પ્રતિ ઓસ થઈ ગઈ હતી.

3 / 5
ગોલ્ડમેન સૅક્સ (Goldman Sachs) ના વિશ્લેષક લિના થોમસ અને ડાન સ્ટ્રુવેને ચેતવણી આપી છે કે, ચીનના નવા એક્સપોર્ટ કંટ્રોલ (નિકાસ નિયંત્રણો) ને કારણે સ્થાનિક બજારમાં ચાંદીની અછત સર્જાઈ શકે છે. આનાથી વૈશ્વિક બજારમાં અસંતુલન વધશે અને કિંમતોમાં અચાનક ઉછાળો કે ઘટાડો જોવા મળી શકે છે.

4 / 5
વિશ્લેષકો લિના થોમસ અને ડાન સ્ટ્રુવેન જણાવે છે કે, સ્ટોક (ઇન્વેન્ટ્રી) ઓછો હોવાને કારણે બજારમાં એવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ચાંદીના ભાવ અચાનક આસમાને પહોંચે છે અને પછી એટલી જ ઝડપથી નીચે પણ પટકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાવમાં જોવા મળતી આ મોટી વધઘટ વૈશ્વિક સ્તરે ચાંદીની અછતને કારણે નહીં પરંતુ સ્થાનિક લેવલે સપ્લાયમાં આવતી અડચણોને કારણે છે.

5 / 5
વર્ષ 2026 માં અમલી બનેલા ચીનના નવા નિયમો મુજબ, હવે ચાંદીની નિકાસ કરવા માટે સરકારની મંજૂરી લેવી ફરજિયાત બની છે. આ સ્થિતિમાં બજારના ખેલાડીઓ પોતાનો સ્ટોક જમા કરવા લાગ્યા છે, જે વૈશ્વિક સિસ્ટમને નબળી પાડી શકે છે અને ભાવમાં સ્થાનિક સ્તરે મોટી વધઘટ લાવી શકે છે.

Follow Us