18 વર્ષમાં જે નથી થયું તે અત્યારે થયું ! 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું… સૌથી મોટી મુસીબતમાં ફસાયો આ ‘દેશ’

ગોલ્ડ માર્કેટમાં વર્ષ 2008 પછીનો સૌથી મોટો માસિક કડાકો જોવા મળ્યો છે. વાત એમ છે કે, પોતાની ડૂબતી કરન્સીને બચાવવા માટે આ દેશે 30 દિવસમાં અંદાજે 52 ટન સોનું વેચી નાખ્યું છે.

| Updated on: Apr 08, 2026 | 7:31 PM
1 / 7
'તુર્કિયે' દેશ આ દિવસોમાં ગોલ્ડ માર્કેટમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે. એક એવો દેશ કે, જેની પાસે મોટી માત્રામાં સોનું હતું, તેણે અચાનક 30 દિવસમાં 52 ટન ગોલ્ડ વેચવું પડ્યું. ઘટતી કરન્સી, વધતી મોંઘવારી અને ઘટતા વિદેશી ભંડારે તુર્કિયેને એવા વળાંક પર લાવીને ઊભું કરી દીધું છે કે, જ્યાં તેણે પોતાના સૌથી સુરક્ષિત ગણાતા રિઝર્વને પણ બજારમાં ઉતારવું પડ્યું.

2 / 7
તુર્કિયેની સેન્ટ્રલ બેંક પાસે વર્ષોથી મોટી માત્રામાં ગોલ્ડ જમા હતું. આ સોનું માત્ર રોકાણ નહીં પરંતુ દેશની આર્થિક સુરક્ષાનું મજબૂત આધાર માનવામાં આવતું હતું. જો કે, સંજોગો ધીમે-ધીમે બદલાવા લાગ્યા. સૌથી પહેલા દબાણ કરન્સી પર આવ્યું. તુર્કિયેની 'લીરા' સતત નબળી પડતી ગઈ.

3 / 7
એવામાં જ્યારે કોઈ દેશ પોતાની કરન્સી (ચલણ)ની કિંમત જાળવી શકતો નથી, ત્યારે તેને ડોલરની વધુ જરૂર પડે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા અને વિદેશી દેવું ચૂકવવા માટે ડોલર જ ઉપયોગી બને છે.

4 / 7
હવે સમસ્યા એ હતી કે, તુર્કિયે પાસે ડોલર ઓછા હતા અને ગોલ્ડ વધારે હતું. ટૂંકમાં જરૂરિયાત ડોલરની હતી પરંતુ પાસે સોનું હતું. એવામાં સેન્ટ્રલ બેંક પાસે એક જ રસ્તો બચ્યો કે, સોનું વેચો અને ડોલર ભેગા કરો. આ જ મજબૂરીમાં તુર્કિયેએ 27 ફેબ્રુઆરી થી 27 માર્ચ વચ્ચે 52 ટન સોનું વેચી દીધું. આટલું જ નહીં, અંદાજે 79 ટન ગોલ્ડ 'સ્વેપ' (Swap) દ્વારા પણ બજારમાં મૂકવામાં આવ્યું. સરળ શબ્દોમાં સમજીએ તો, સોનાને લોન પર આપીને ડોલર લેવામાં આવ્યા.

5 / 7
ડેટા મુજબ, 27 ફેબ્રુઆરીથી 27 માર્ચ વચ્ચે તુર્કિયેએ ઝડપથી ગોલ્ડનું વેચાણ કર્યું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ અંદાજે 31 ટન સોનું બજારમાં ઉતારી દેવામાં આવ્યું. આટલી મોટી માત્રામાં ગોલ્ડની સપ્લાય આવવાથી કિંમતો ઉપર જબરદસ્ત દબાણ ઊભું થયું. કુલ મળીને આ ડીલ અંદાજે 20 અબજ ડોલરની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે.

6 / 7
આ ભારે વેચાણની અસર સ્પષ્ટ જોવા મળી. ગયા મહિને ગોલ્ડની કિંમતોમાં અંદાજે 11.5% નો ઘટાડો આવ્યો, જે વર્ષ 2008 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે. એક સમયે ગોલ્ડ 5500 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયું હતું પરંતુ હવે તે ઘટીને અંદાજે 4650 ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવી ગયું છે.

7 / 7
આંકડાઓ મુજબ, ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ તુર્કિયેના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો થયો છે. નેટ ઇન્ટરનેશનલ રિઝર્વ ઘટીને અંદાજે 46 અબજ ડોલર રહી ગયું છે, જે અગાઉની સરખામણીએ લગભગ અડધું છે. એવામાં ગોલ્ડ વેચીને લિક્વિડિટી (રોકડ પ્રવાહ) વધારવી તુર્કિયે માટે મજબૂરી બની ગઈ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.