Breaking News : વર્ષ 2026માં સોનું-ચાંદી અને તાંબુ કહેર મચાવશે કે પછી કરી દેશે બરબાદ? બાબા વેંગાની આગાહીએ રોકાણકારોની ઊંઘ ઉડાડી

વર્ષ 2026માં સોનું, ચાંદી અને તાંબુ વિશ્વભરમાં કહેર મચાવશે કે પછી આર્થિક પાયમાલી લાવશે? તે પ્રશ્નએ અત્યારે જોર પકડ્યું છે. એવામાં આ આગાહીને લઈને બાબા વેંગાનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

| Updated on: Feb 07, 2026 | 1:13 PM
1 / 7
બાબા વેંગાનું નામ ફરી એકવાર હેડલાઇન્સ અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, બલ્ગેરિયાના બાબા વેંગાએ દુનિયાની મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી. હાલમાં જ્યારે 'વિશ્વ' મોંઘવારી, કરન્સીમાં ઉતાર-ચઢાવ અને ધીમા આર્થિક વિકાસ (ગ્રોથ) સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રોકડ સંકટ (Cash Crisis) અંગેની તેમની કથિત ભવિષ્યવાણીએ એક નવી ચર્ચા ઊભી કરી દીધી છે.

2 / 7
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, કાગળનું ચલણ (કરન્સી) તેની સંપૂર્ણ કિંમત ગુમાવી દેશે, જેના કારણે વિશ્વભરમાં રોકડની ભારે અછત સર્જાશે. આવી પરિસ્થિતિમાં, લોકોને બેંકોમાં રાખેલા પૈસા અથવા ફિઝિકલ નોટો પર ભરોસો કરવો મુશ્કેલ લાગશે. આના બદલે સોનું, ચાંદી અને તાંબા જેવી ધાતુઓને સંપત્તિના સૌથી સુરક્ષિત ભંડાર તરીકે ગણવામાં આવશે.

3 / 7
છેલ્લા કેટલાક સમયમાં વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ભારતના MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.80 લાખની નજીક પહોંચી ગયો છે. આની સાથે જ ચાંદીના ભાવે પણ ઇતિહાસ રચતા પ્રતિ કિલોગ્રામ ₹4,00,000ની સપાટી વટાવી દીધી છે. ઇતિહાસમાં અગાઉ ક્યારેય સોના-ચાંદીમાં આવી તેજી જોવા મળી નથી. ભાવમાં થયેલા આ રેકોર્ડ બ્રેક વધારાએ રોકાણકારોને મજબૂત વળતર (રિટર્ન) આપ્યું છે.

4 / 7
એવામાં જ્યારે આશાઓ ચરમસીમાએ હતી, ત્યારે જ બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. 30 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો અને સતત ત્રણ દિવસ સુધી આ મંદી ચાલુ રહી. ગભરાટમાં આવીને લોકોએ વેચાણ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિ ડિજિટલ અને પેપર ગોલ્ડમાં વધુ જોવા મળી હતી, કારણ કે રોકાણકારોને વધુ ઘટાડાનો ડર સતાવી રહ્યો હતો. જો કે, અનુભવી બજાર નિષ્ણાતોએ આ ઘટાડાને 'ક્રેશ' ગણાવવાને બદલે એક 'હેલ્ધી કરેક્શન' (સ્વસ્થ સુધારો) તરીકે જોયો હતો.

5 / 7
ઘટાડા બાદ કિંમતી ધાતુઓએ ફરી ઝડપથી પોતાની મજબૂતી મેળવી લીધી છે. એપ્રિલ ડિલિવરી માટે સોનું ફરી ઉછળીને અંદાજે ₹1.59 લાખ પર પહોંચી ગયું છે. આ સાથે જ ચાંદીના ભાવ પણ ઊંચા સ્તરે સ્થિર થયા છે.

6 / 7
અમેરિકન ડૉલર નબળો પડવો, વૈશ્વિક દેવામાં વધારો અને શેરબજારમાં અસ્થિરતાના કારણે ઘણા લોકો માની રહ્યા છે કે, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં જણાવેલ આર્થિક તણાવ અપેક્ષા કરતાં વહેલો સામે આવી શકે છે. રોકાણકારોની ફિક્સ્ડ ડિપોઝિટ, બેંકો અને કેશથી દૂર થઈને સોના-ચાંદી તરફ વધતો ઝુકાવ કેટલાક લોકો દ્વારા બદલાતી નાણાકીય માનસિકતાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

7 / 7
બાબા વેંગાની આગાહી માત્ર સંયોગ હોય કે સાચી ભવિષ્યવાણી એ તો પછીની વાત છે. જો કે, એવામાં સોના-ચાંદી અને તાંબું ફરી એકવાર વૈશ્વિક નાણાકીય ચર્ચાનો મુખ્ય વિષય બની ગયા છે. રોકાણકારો હવે એવી વસ્તુ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે કે, જે કાયમી અને સુરક્ષિત લાગે છે. જો કે, મોટો સવાલ એ છે કે, આ ધાતુઓ સ્થિરતાની નિશાની છે કે પછી આગામી કોઈ મોટી મુસીબતનો સંકેત?