
જોવા જઈએ તો, સોનું રોકાણકારો માટે એક સલામત વિકલ્પ બની ગયું છે. બીજી બાજુ, ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોની ઉપર છે.

ઇન્ડિયન બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનું 95,770 રૂપિયા અને 22 કેરેટ સોનું 8,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઉપલબ્ધ છે. જાણવા જેવું તો એ છે કે, ચાંદી પ્રતિ કિલોગ્રામ 1,05,850 રૂપિયા નોંધાઈ છે.

છેલ્લા બે દાયકામાં સોનાએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 2005માં સોનાનો ભાવ 7638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે જૂન 2025 સુધીમાં 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે. છેલ્લા 20 વર્ષમાં, 16 વર્ષ એવા રહ્યા છે કે જેમાં સોનાએ સકારાત્મક રિટર્ન આપ્યું છે.

એક વર્ષ પહેલા 28 જૂન, 2024ના સોનાનો ભાવ ₹71,780 હતો. ચાંદીની વાત કરીએ તો, તેની કિંમત ₹1,05,850 પ્રતિ કિલો પર સ્થિર રહી છે. એક અઠવાડિયામાં તેમાં 0.87 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિનામાં તેમાં 7.91 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા ચાંદીનો ભાવ ₹87,600 પ્રતિ કિલો હતો.

આજના દિવસે ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. બેંગ્લોરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનું મૂલ્ય ₹89,855 છે, જ્યારે 24 કેરેટમાં સોનું ₹98,025 નોંધાયું છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનું ₹89,861 અને 24 કેરેટ ₹98,031ના દરે મળી રહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹90,013 છે અને 24 કેરેટનો ભાવ ₹98,183 છે. કોલકાતામાં પણ ભાવ ₹89,865 (22 કેરેટ) અને ₹98,035 (24 કેરેટ) છે. મુંબઈમાં 22 કેરેટ સોનું ₹89,867 અને 24 કેરેટ ₹98,037ના દરે વેચાઈ રહ્યું છે, જ્યારે પુણેમાં અનુક્રમે ₹89,873 અને ₹98,043 ભાવ ચાલી રહ્યો છે.