Gold Silver Rate : સોનાની ચાલ સમજની બહાર, ચાંદી પણ નીચે ફેંકાઈ – જાણો આજનો ભાવ શું છે

મંગળવારના દિવસે એટલે કે, 08 જુલાઈના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં રોકાણકારોને આશા હતી કે સોનાનો ભાવ હવે વધશે. જો કે, આજના દિવસે એટલે કે 09 જુલાઈના રોજ રોકાણકારોના સપના પર પાણી ફરી વળ્યું. આજના દિવસે ચાંદીનો ભાવ નીચે સરક્યો, જ્યારે સોનાની ચાલ શું છે તેને લઈને રોકાણકારો પોતે અસમંજસમાં છે.

| Updated on: Jul 09, 2025 | 9:05 PM
4 / 9
99.5 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ પણ 600 રૂપિયા ઘટીને 98,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

5 / 9
જણાવી દઈએ કે, ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ચાંદીનો ભાવ ઘટીને 1,04,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મંગળવાર, 8 જુલાઈના રોજ ચાંદી 1,04,800 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ.

6 / 9
નિષ્ણાતોના મતે, સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વ (યુએસ સેન્ટ્રલ બેંક) ની સંભવિત નીતિઓ અને ડોલરનું મજબૂતીકરણ છે. HDFC સિક્યોરિટીઝના કોમોડિટી નિષ્ણાત સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "બજારમાં લોકોને એવી અપેક્ષા હતી કે યુએસ જુલાઈમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે પરંતુ હવે તેની શક્યતા ઘટી ગઈ છે. આ ઉપરાંત, યુએસ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, જે સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યો છે."

7 / 9
આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ $11.66 અથવા 0.35 ટકા ઘટીને $3,289.81 પ્રતિ ઔંસ થયો. મહેતા ઇક્વિટીઝના કોમોડિટી વીપી રાહુલ કલાન્ત્રીએ જણાવ્યું હતું કે, "સોનાના ભાવ $3,300 પ્રતિ ઔંસથી નીચે આવી ગયા છે. બજાર હવે યુએસ વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ અને નવા ટ્રેડ વોરના જોખમો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે."

8 / 9
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે, તેઓ 1 ઓગસ્ટની ટેરિફ ડેડલાઇન લંબાવશે નહીં. આ સાથે, કોપર પર 50 ટકા ડ્યુટી અને દવાઓ પર સંભવિત 200 ટકા ડ્યુટી જેવા કડક પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

9 / 9
નિષ્ણાતો માને છે કે, આ ટેરિફ અમેરિકામાં ફુગાવો વધારી શકે છે, જેના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. જણાવી દઈએ કે, આની  સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે.