ભારતમાં સોનાના ભાવમાં આવશે ‘રેકોર્ડબ્રેક ઉછાળો’, વિદેશી બેંકોની ‘મોટી ભવિષ્યવાણી’

સોનાના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં તેની ચમક બમણી થઈ શકે છે. એક તરફ ભાવ ઘટવાથી લોકો ચિંતિત છે, તો બીજી તરફ મોટી વૈશ્વિક બેંકોએ ચોંકાવનારી આગાહી કરી છે. ગ્લોબલ રિપોર્ટ્સનું માનીએ તો, ભારતમાં સોનાના ભાવ એક નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. હવે સવાલ એ છે કે, આખરે સોનાના ભાવ ક્યાં સુધી જઈ શકે છે અને આ તેજી પાછળના મુખ્ય કયા કારણો છે?

| Updated on: Sep 22, 2026 | 4:30 PM
1 / 9
સોનાના ભાવમાં ભલે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો હોય પણ આવનારા દિવસોમાં તેની ચમક બમણી થઈ શકે છે. દિગ્ગજ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને અનુમાન વ્યક્ત કર્યું છે કે, વર્ષ 2026ના અંત સુધીમાં સોનું 4,500 ડોલર અને વર્ષ 2027ના મધ્ય સુધીમાં 5,000 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટીએ (Gold Price Prediction 2027) પહોંચી શકે છે.

2 / 9
અમેરિકી બેંક જેફરીઝનું પણ અનુમાન છે કે, વર્ષ 2027 સુધીમાં સોનું 10 હજાર ડોલરને પાર જઈ શકે છે. બેંકોનું અનુમાન છે કે, અમેરિકી વ્યાજદરો, નબળો ડોલર, સેન્ટ્રલ બેંકોની ધમાકેદાર ખરીદી અને સરકારી દેવાની ચિંતાઓ વચ્ચે સોનાની લાંબાગાળાની ચાલ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. બીજી તરફ એક્સપર્ટ્સનું માનવું છે કે,  બુલિયન માર્કેટનો અસલી જાદુ હજુ બાકી છે, જે દિવાળી પહેલાં જોવા મળી શકે છે.

3 / 9
જેપી મોર્ગનનું અનુમાન છે કે, વર્ષ 2026ના અંત સુધીમાં સોનું 4,500 ડોલર પ્રતિ ઔંસ (Gold Price Prediction 2026) અને વર્ષ 2027ના મધ્ય સુધીમાં 5,000 ડોલર પ્રતિ ઔંસ (ભારતીય કરન્સી મુજબ 1.54 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ)ની રેકોર્ડ સપાટીએ પહોંચી શકે છે. અહીં એ સમજવું જરૂરી છે કે, જેપી મોર્ગનની આ આગાહી અમેરિકી બજારના આધારે છે.

4 / 9
જો 5000 ડોલરને ભારત મુજબ જોઈએ તો, આ કિંમત 1.77 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold Price Outlook) થી ઉપર બેસે છે. વાસ્તવમાં, ભારત મોટાભાગનું સોનું આયાત (ઈમ્પોર્ટ) કરે છે. આના પર તે 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. એવામાં જો કિંમત 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે કે 1.54 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચે છે, તો તેના પર 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી પણ લાગશે. ગણતરીથી સમજીએ તો,  10 ગ્રામ સોનાની કિંમત ₹1,54,093 અને 10 ગ્રામ સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી 15% (23,113 રૂપિયા) થાય. એવામાં ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1,54,093 + 23,113 = 1,77,206 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે.

5 / 9
સોનાના ભાવમાં ગયા મહિને જબરદસ્ત તેજી જોવા મળી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) ના આંકડા અનુસાર, ઓગસ્ટમાં LBMA ગોલ્ડ પ્રાઈસ PM (LBMA Gold Price PM) આશરે 13 ટકા વધીને 4,386 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. છેલ્લા આશરે ત્રણ દાયકામાં સોનાની આ સૌથી મજબૂત માસિક તેજીમાંથી એક હતી. આ રેકોર્ડ ઉછાળા પાછળ રોકાણકારોની ધમાકેદાર ખરીદી અને અમેરિકી ડોલરમાં આવેલી નબળાઈ મુખ્ય કારણ હતા.

6 / 9
જો કે, સપ્ટેમ્બર આવતા-આવતા ચિત્ર બદલાયું અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 3.9 ટકા તથા ભારતીય બજારમાં 4.6 ટકાનો ઘટાડો નોંધાયો. આનું મોટું કારણ ફેડરલ રિઝર્વના વ્યાજદરોને લઈને બદલાતી અપેક્ષાઓ અને ગોલ્ડ ETF (Gold ETF) માં રોકાણની સ્પીડ ધીમી થવાનું છે.

7 / 9
સોનાના ભાવ પર સૌથી વધુ અસર રિયલ યીલ્ડ એટલે કે મોંઘવારી બાદ બાદ કરતા મળતા રિટર્નની પડે છે. આવું એટલા માટે કેમ કે, 'સોનું' પોતે કોઈ વ્યાજ કે ડિવિડન્ડ આપતું નથી. તેથી, જ્યારે બીજા રોકાણના વિકલ્પોમાંથી રિટર્ન ઓછું મળે છે, ત્યારે સોનું રાખવાનો ખર્ચ ઘટી જાય છે અને તેની માંગ વધી જાય છે. આ ઉપરાંત, અમેરિકી ડોલર નબળો પડવા પર આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે 'સોનું' સસ્તું અને આકર્ષક બની જાય છે.

8 / 9
સોનાની આ લાંબી દોડમાં દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે. સેન્ટ્રલ બેંકો જ્યારે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનું વધારે છે, ત્યારે બજારમાં એક અલગ જ લેવલની ડિમાન્ડ ઊભી થાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ ચીન છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના (People's Bank of China) એ જુલાઈમાં 20 ટન સોનું ખરીદ્યું હતું, જે ઓક્ટોબર 2023 પછી તેની સૌથી મોટી માસિક ખરીદી હતી. ચીનની સોનાની આ ખરીદી સતત 21મા મહિને પણ ચાલુ રહી. જેપી મોર્ગને અમેરિકી સરકારી દેવા અને કરન્સી ડીબેઝમેન્ટ (ચલણનું મૂલ્ય ઘટવું) ની ચિંતાઓને પણ આ તેજીનો મોટો આધાર ગણાવ્યો છે.

9 / 9
ભારતની વાત કરીએ તો, સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીએ ઘરેલું બજારમાં સોનાના ભાવ વધુ તૂટ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના જણાવ્યા અનુસાર, ભારતમાં સોનાનો વેપાર હાલમાં ઈમ્પોર્ટ પેરીટીથી નીચે ચાલી રહ્યો છે. 11 સપ્ટેમ્બર સુધી આ તફાવત 78 ડોલર પ્રતિ ઔંસ હતો, જે જુલાઈમાં 34 ડોલર અને ઓગસ્ટમાં 51 ડોલર હતો. દેશમાં જૂની જ્વેલરી બદલીને નવી જ્વેલરી ખરીદવાનો ટ્રેન્ડ વધવા અને અનૌપચારિક સપ્લાયના કારણે આ ડિસ્કાઉન્ટ વધુ વધી ગયું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.