સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો : સોનું ₹1,300 અને ચાંદી ₹2,460 વધીને રેકોર્ડ સ્તરે પહોંચી!

સોનું અને ચાંદી હંમેશા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બજારની અસ્થિરતા, વૈશ્વિક પરિબળો અને સ્થાનિક માંગને કારણે ક્યારેક તેમના ભાવમાં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

| Updated on: Nov 10, 2025 | 8:04 PM
1 / 5
દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ડોલરના નબળા વલણ અને વૈશ્વિક વલણને કારણે સોનાનો ભાવ ₹1,300 વધીને ₹1,25,900 પ્રતિ 10 ગ્રામ થયો. દરમિયાન, પાછલા સત્રમાં (એટલે શુક્રવારે) 99.9% શુદ્ધ સોનું ₹124,600 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

2 / 5
HDFC સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું કે સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ યુએસ ડોલરની નબળાઈ છે. યુએસ અર્થતંત્રના તાજેતરના ડેટાએ રોકાણકારોની આગામી મહિને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધારી છે. તેમણે કહ્યું, "નબળા ડોલરથી સોનાને વધુ મજબૂત બનાવ્યું છે, જેના કારણે ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે."

3 / 5
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો. સોમવારે ચાંદીના ભાવ ₹2,460 વધીને ₹1,55,760 પ્રતિ કિલોગ્રામ થયા, જે શુક્રવારે ₹1,53,300 પ્રતિ કિલોગ્રામ હતા.

4 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 83.12 USD અથવા 2.08% વધીને USD 4,082.84 પ્રતિ ઔંસ થયું. દરમિયાન, ચાંદી 3.30% વધીને USD 49.93 પર ટ્રેડ થઈ રહી હતી.

5 / 5
LKP સિક્યોરિટીઝના સંશોધન વિશ્લેષક જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "અમેરિકન સરકારના ફરીથી ખુલવા અને નબળા ડોલરથી સોનાને મજબૂતી મળી છે. બજાર હવે યુએસ અને ભારત બંનેના CPI અને WPI ફુગાવાના ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે આવતા અઠવાડિયે બજારની દિશા નક્કી કરશે."