Gold Loan vs Personal Loan: પર્સનલ લોન છોડી લોકો કેમ અચાનક સોનું ગીરો મૂકવા દોડ્યા? જુઓ આ મોટો ધડાકો!

શું તમે પણ અચાનક પૈસાની જરૂર પડે ત્યારે મોંઘી પર્સનલ લોન લેવાની ભૂલ કરો છો? જુઓ સોના પર લોન લેવાના 5 સૌથી મોટા ફાયદા અને જાણો શા માટે 5 વર્ષમાં આ માર્કેટ 3 ગણું વધી જશે! JPMorgan ના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે! ભારતભરમાં લોકો હવે પર્સનલ લોન છોડીને ઝડપથી ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે.

| Updated on: Aug 23, 2026 | 6:17 PM
1 / 10
ભારતીય પરિવારોમાં દાગીના કે સોનું માત્ર લગ્નપ્રસંગો, તહેવારો કે શોખ પૂરતું સીમિત નથી રહ્યું. આજના સમયમાં લોકો પોતાના ઘરમાં કે લોકરમાં પડેલા સોનાને એક મજબૂત અને તાત્કાલિક ઉપયોગમાં આવી શકે તેવા 'ઇમરજન્સી ફંડ' તરીકે જોઈ રહ્યા છે. જ્યારે પણ અચાનક નાણાકીય કટોકટી કે ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે લોકો કોઈ લાંબી કે જટિલ પ્રક્રિયામાં પડ્યા વગર પોતાના સોનાને બેંક અથવા NBFC પાસે ગીરો મૂકીને તરત જ રોકડ મેળવી રહ્યા છે.

2 / 10
વૈશ્વિક નાણાકીય દિગ્ગજ JPMorgan એ તેના તાજેતરના રિપોર્ટમાં એક ખૂબ જ મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. રિપોર્ટ મુજબ, આગામી 5 વર્ષોમાં ભારતની સમગ્ર ક્રેડિટ સિસ્ટમમાં ગોલ્ડ લોનની ભાગીદારી વધીને 10% સુધી પહોંચી જશે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2024 માં આ હિસ્સેદારી માત્ર 2% હતી, જે હાલમાં વધીને 5% સુધી પહોંચી ચૂકી છે. આનો સીધો અર્થ એ થાય છે કે આવનારા સમયમાં ગોલ્ડ લોન માર્કેટનું કદ આશરે 3 ગણું વધી જશે.

3 / 10
લોકો પર્સનલ લોન છોડીને ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે તેનું સૌથી મુખ્ય અને આર્થિક કારણ વ્યાજ દર છે. JPMorgan ના ડેટા દર્શાવે છે કે પર્સનલ લોનની સરખામણીએ ગોલ્ડ લોન લેનારા ગ્રાહકોને વાર્ષિક વ્યાજ દરમાં 3% થી 6% સુધીનો મોટો સીધો ફાયદો થાય છે. સિક્યોર્ડ લોન હોવાને કારણે બેંકો ખૂબ ઓછા વ્યાજ દરે નાણાં ધીરે છે, જેનાથી ગ્રાહકની માસિક EMI માં મોટો ઘટાડો થાય છે.

4 / 10
અગાઉના સમયમાં ગ્રાહકો અચાનક આવી પડેલા ખર્ચ કે નાનો વેપાર શરૂ કરવા માટે પર્સનલ લોન અથવા બિઝનેસ લોન લેવાનું પસંદ કરતા હતા, જેના પર ભારે વ્યાજ ચૂકવવું પડતું હતું. પરંતુ હવે ગ્રાહકોમાં નાણાકીય જાગૃતિ આવી છે. લોકો સમજી ગયા છે કે વગર કારણે મોંઘી પર્સનલ લોનનું વ્યાજ ભરવા કરતાં ઘરમાં બિનઉપયોગી પડેલું સોનું ગીરો મૂકીને સસ્તા દરે લોન મેળવવી વધુ ડહાપણભર્યું પગલું છે.

5 / 10
JPMorgan એ આંકડાકીય વિશ્લેષણ દ્વારા બતાવ્યું છે કે રીટેલ ધિરાણ માર્કેટમાં ગોલ્ડ લોન ઝડપથી અન્ય લોન પર હાવી થઈ રહી છે. FY23 માં રીટેલ લોન ડિસબર્સમેન્ટમાં ગોલ્ડ લોનની ભાગીદારી માત્ર 18% હતી, જે વધીને FY26 સુધીમાં 41% જેટલી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. બીજી તરફ, પર્સનલ અને સ્મોલ બિઝનેસ લોનનો હિસ્સો 55% થી ઘટીને 41% પર આવી ગયો છે, જે સ્પષ્ટ કરે છે કે ગ્રાહકો સિક્યોર્ડ ધિરાણ તરફ શિફ્ટ થઈ રહ્યા છે.

6 / 10
ગોલ્ડ લોન મેળવ્યા પછી તેના ઉપયોગ પર બેંકો કે નાણાકીય સંસ્થાઓનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ જ કારણ છે કે લોકો બાળકોના ઉચ્ચ શિક્ષણની ફી ભરવા, મેડિકલ ઇમરજન્સીના બિલ ચૂકવવા, ફેમિલી ટ્રાવેલિંગ કે વેકેશન માટે અને ઘરના સમારકામ માટે તેનો મુક્તપણે ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, નાના વેપારીઓ પોતાની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) ની જરૂરિયાત પૂરી કરવા માટે પણ આ રકમનો ઉપયોગ કરી રહ્યા છે.

7 / 10
જે ગ્રાહકોનો સિબિલ સ્કોર (CIBIL Score) ખરાબ છે અથવા જેઓ ભૂતકાળમાં લોન ડિફોલ્ટ કરી ચૂક્યા છે, તેમને બેંકો પર્સનલ લોન આપવાની ના પાડી દે છે અથવા ખૂબ જ ઊંચા વ્યાજ દરે આપે છે. ગોલ્ડ લોન આવા ગ્રાહકો માટે સંજીવની સમાન છે, કારણ કે સોનું ગીરો હોવાને કારણે ધિરાણકર્તાઓ ક્રેડિટ હિસ્ટ્રી પર વધારે ધ્યાન આપ્યા વગર ખૂબ જ સરળતાથી અને ઝડપથી લોન મંજૂર કરી દે છે.

8 / 10
ગોલ્ડ લોનમાં આટલો જંગી વધારો થયો હોવા છતાં, JPMorgan નું માનવું છે કે આ માર્કેટમાં હજુ પણ અપાર શક્યતાઓ છુપાયેલી છે. એક અનુમાન મુજબ, દેશની નીચલી 60% આવક ધરાવતા પરિવારો પાસે જે સોનું ઉપલબ્ધ છે, તેમાંથી માત્ર 11% સોનું જ ધિરાણ લેવા માટે ગીરો મૂકાયું છે. આમાંથી માત્ર 3% હિસ્સો જ સંસ્થાકીય NBFCs પાસે છે, એટલે કે ભવિષ્યમાં અસંગઠિત ક્ષેત્ર (લોકલ સાહુકારો) માંથી સંગઠિત ક્ષેત્ર તરફ મોટું શિફ્ટ જોવા મળશે.

9 / 10
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઉતાર-ચઢાવ આવવા છતાં ધિરાણ આપતી સંસ્થાઓ માટે ગોલ્ડ લોન અત્યંત સુરક્ષિત પોર્ટફોલિયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે બેંકો સોનાની કુલ કિંમતના 100% ધિરાણ નથી આપતી. Loan-To-Value (LTV) નો રેશિયો સામાન્ય રીતે 55% થી 65% ની વચ્ચે જ રાખવામાં આવે છે. આ કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવે તો પણ કંપનીઓ પાસે સેફ્ટી માર્જિન ઉપલબ્ધ રહે છે.

10 / 10
તમામ પ્રકારની રીટેલ ધિરાણ શ્રેણીઓમાં ગોલ્ડ લોનનો NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) રેશિયો સૌથી ઓછો એટલે કે માત્ર 0.2% નોંધાયો છે, જે તેને બેંકો માટે સૌથી સલામત પ્રોડક્ટ બનાવે છે. નવા નિયમો અને LTV માં કરાયેલા ફેરફારો છતાં, JPMorgan અનુસાર Muthoot Finance, Manappuram Finance અને IIFL Finance જેવી મજબૂત પકડ ધરાવતી દિગ્ગજ ગોલ્ડ લોન કંપનીઓની કામગીરી અને નફાકારકતા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

Follow Us
Loading...
Unable to load recommendations.