
વિશ્લેષકોનું કહેવું છે કે, કરન્સીમાં વધઘટ અને સુરક્ષિત રોકાણની વધતી માંગ 'ગોલ્ડ ETF' ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરી રહી છે. ઠંડા શેરબજાર અને જિયો-પોલિટિકલ તેમજ ટ્રેડ રિસ્ક વચ્ચે રોકાણકારો હાલ સોના તરફ વળ્યા છે.

સપ્ટેમ્બરમાં એશિયામાં ગોલ્ડ ETF માં કુલ $2.1 બિલિયનનું રોકાણ થયું. ચીન ($622 મિલિયન) અને જાપાને ($415 મિલિયન) આમાં સૌથી વધુ યોગદાન આપ્યું. બીજા મુખ્ય દેશોમાં જર્મની ($811 મિલિયન), કેનેડા ($301 મિલિયન), ઇટાલી ($234 મિલિયન), ઓસ્ટ્રેલિયા ($182 મિલિયન) અને દક્ષિણ કોરિયા ($165 મિલિયન)નો સમાવેશ થાય છે.

ટ્રેડ અને પોલિસીને લઈને અનિશ્ચિતતાઓ, ડોલરમાં નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં 25 બેઝિસ પોઇન્ટ રેટ ઘટાડાને કારણે માંગ મજબૂત રહી છે. બજાર હવે વર્ષના અંત સુધીમાં વધુ એકથી બે રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે.

સોનાના ભાવ વારંવાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. ગ્લોબલ શેરબજાર ઐતિહાસિક રેકોર્ડ લેવલની નજીક હોવા છતાં ભવિષ્યમાં બજારમાં અસ્થિરતા પાછી આવી શકે છે, તેવી આશંકા છે. આ પરિણામે રોકાણકારો વધુને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ ઓપ્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.