સોનામાં રોકાણ કરવાની કઈ રીત છે ‘શ્રેષ્ઠ’ ? રિટર્નથી લઈને ટેક્સ સુધી… જાણી લો કયો વિકલ્પ છે ‘બેસ્ટ’

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાએ શાનદાર વળતર (Return) આપ્યું છે. જીઓ-પોલિટિકલ તણાવ, કેન્દ્રીય બેંકોની ખરીદી અને સુરક્ષિત રોકાણની વધતી માંગના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે. એવામાં ઘણા રોકાણકારો મૂંઝવણમાં છે કે, સોનામાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે?

| Updated on: Jun 19, 2026 | 6:11 PM
1 / 7
હાલમાં રોકાણકારો માટે Gold ETF અને Gold Mutual Fund જેવા બે લોકપ્રિય વિકલ્પ છે, જેના દ્વારા ફિઝિકલ (ભૌતિક) સોનું ખરીદ્યા વગર જ સોનામાં રોકાણ કરી શકાય છે. આનાથી સ્ટોરેજ, શુદ્ધતા અને મેકિંગ ચાર્જ જેવી પરેશાનીઓથી પણ બચી શકાય છે. જો કે, આ બંને વિકલ્પો એકસરખા નથી.

2 / 7
Gold ETF સીધું સોનામાં કે સોના સાથે જોડાયેલી એસેટ્સમાં રોકાણ કરે છે. તેની ખરીદી અને વેચાણ શેરની જેમ સ્ટોક એક્સચેન્જ પર થાય છે. બીજી તરફ, Gold Mutual Fund સીધું સોનામાં પૈસા નથી રોકતું, તે Gold ETF માં રોકાણ કરે છે. બંને વચ્ચે સૌથી મોટો તફાવત ડીમેટ એકાઉન્ટનો (Demat Account) છે. Gold ETF ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે Gold Mutual Fund ને અન્ય મ્યુચ્યુઅલ ફંડની જેમ સીધા કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અથવા SIP દ્વારા ખરીદી શકાય છે.

3 / 7
આમાં સમજવા જેવું એ છે કે, રોકાણનો ખર્ચ લાંબાગાળે વળતર પર અસર કરે છે. Gold ETF સીધું સોનામાં રોકાણ કરે છે, તેથી તેનો એક્સપેન્સ રેશિયો (Expense Ratio) સામાન્ય રીતે ઓછો હોય છે. બીજી તરફ, Gold Mutual Fund ને Gold ETF માં રોકાણ કરવું પડતું હોવાથી તેમાં વધારાનો ખર્ચ ઉમેરાય છે. જો કે, આ તફાવત બહુ મોટો નથી હોતો પરંતુ લાંબાગાળે ઓછો ખર્ચ રોકાણકારોને ફાયદો કરાવી શકે છે.

4 / 7
આ જ કારણસર Gold Mutual Fund ઘણા રોકાણકારોની પહેલી પસંદ બની જાય છે. આના માટે ડીમેટ એકાઉન્ટની જરૂર નથી હોતી તેમજ બજાર ખૂલવાના સમયે જ ખરીદી કે વેચાણ કરવાની કોઈ મજબૂરી નથી હોતી. આમાં SIP શરૂ કરવી પણ ખૂબ જ સરળ છે. બીજું કે, જે લોકો દર મહિને ₹2000, ₹5000 કે ₹10,000 જેવી રકમનું રોકાણ કરવા માંગે છે, તેમના માટે Gold Mutual Fund વધુ અનુકૂળ વિકલ્પ સાબિત થઈ શકે છે.

5 / 7
આમ જોવા જઈએ તો, બંને ગોલ્ડ વિકલ્પના વળતરમાં બહુ મોટો તફાવત હોતો નથી. બંને સોનાની કિંમતો સાથે જોડાયેલા હોવાથી લાંબાગાળે તેમનું પ્રદર્શન લગભગ એક જ દિશામાં ચાલે છે. જો કે, ઓછા ખર્ચ અને સીધા સોનામાં રોકાણના કારણે Gold ETF ને થોડો ફાયદો મળી શકે છે. 5 કે 10 વર્ષના ગાળામાં આ નાનો તફાવત પણ મોટી અસર બતાવી શકે છે.

6 / 7
ટેક્સેશન (Taxation) પણ આ બંને વિકલ્પો વચ્ચે એક મહત્વનો તફાવત છે. Gold ETF માં 12 મહિના પછી થતો નફો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ગણાય છે, જેના પર 12.5% ટેક્સ લાગે છે. બીજીબાજુ Gold Mutual Fund માં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનનો ફાયદો મેળવવા માટે ઓછામાં ઓછા 24 મહિના સુધી રોકાણ જાળવી રાખવું જરૂરી છે, ત્યારબાદ પણ ટેક્સનો દર 12.5% જ રહે છે. સરળ રીતે સમજીએ તો, ઓછા હોલ્ડિંગ પિરિયડના કારણે અહીં Gold ETF ને થોડો ફાયદો મળે છે.

7 / 7
જો તમારી પાસે પહેલેથી જ ડીમેટ એકાઉન્ટ છે, તમે તેનો ઉપયોગ કરવામાં સહજ છો અને ઓછી કિંમત વાળો વિકલ્પ ઈચ્છો છો, તો Gold ETF વધુ સારું હોઈ શકે છે. બીજી તરફ, જો તમે SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો, ટ્રેડિંગ એકાઉન્ટ નથી રાખવા માંગતા અને સરળ રોકાણ ઈચ્છો છો, તો Gold Mutual Fund વધુ અનુકૂળ રહેશે.

Follow Us