
સોના-ચાંદીની વાત આવે, ત્યારે મનમાં ઘણા શહેરોના નામ આવવા લાગે છે પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતમાં એક એવું શહેર છે કે, જેને 'ગોલ્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા' (ભારતની સુવર્ણ રાજધાની) પણ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે, 'ગોલ્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા' કેરળ રાજ્યમાં આવેલ છે. સદીઓથી ત્રિશૂર શહેર સોનાના વેપાર, જ્વેલરી બનાવવાની કારીગરી અને સોના સાથે જોડાયેલા વ્યવસાયનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં એટલા બધા જ્વેલરી શોરૂમ, કારીગરો અને ટ્રેડિંગ નેટવર્ક છે કે, આખો દેશ તેને 'ગોલ્ડ કેપિટલ' કહે છે.

ત્રિશૂરને ભારતનું ગોલ્ડ કેપિટલ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તે દેશમાં સોનાના ઘરેણાં બનાવવાનું, જથ્થાબંધ વેપાર અને રિટેલનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં હજારો જ્વેલરી યુનિટ્સ, વર્કશોપ્સ અને શોરૂમ આવેલા છે, જે ભારતના ખૂબ મોટા હિસ્સામાં સોનાની જ્વેલરી સપ્લાય કરે છે.

શહેરની વર્ષો જૂની કારીગરી, લાખો કારીગરોની ટીમ અને કેરળના સોનાના બજારમાં તેની મજબૂત પકડને કારણે તેને આ નામ મળ્યું છે. ત્રિશૂર કેરળની મધ્યમાં આવેલું છે, જેના કારણે અહીંનો સોનાનો વેપાર આખા રાજ્ય અને દક્ષિણ ભારતમાં ફેલાયેલો છે.

ત્રિશૂર મુખ્યત્વે સોનાના ઘરેણાં બનાવવાનું અને જથ્થાબંધ વેપારનું હબ છે. અહીં પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની જ્વેલરી બને છે. ટૂંકમાં શહેરની અર્થવ્યવસ્થામાં સોનાનું ઘણું મોટું યોગદાન છે. અહીં હજારો કારીગરો, ડિઝાઇનર્સ, ટ્રેડર્સ અને સપોર્ટ વર્કર્સને રોજગારી મળે છે.

દક્ષિણ ભારતના ઘણા બધા જ્વેલરી બિઝનેસ ત્રિશૂર પાસેથી ડિઝાઇન અને સપ્લાય મેળવે છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી વધુ વપરાશ કરનારા દેશોમાંનો એક છે અને ત્રિશૂર જેવા શહેરો આ વપરાશને પૂરો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ત્રિશૂરનો સોના સાથેનો સંબંધ સદીઓ જૂનો છે. અહીંના પરંપરાગત સોની સમુદાયોએ વર્ષો પહેલાથી સંગઠિત રીતે જ્વેલરી બનાવવાની કળા શરૂ કરી હતી. 20મી સદીમાં કો-ઓપરેટિવ બેંકો, નાણાકીય સંસ્થાઓ (Financial Institutions) અને ટ્રેડ નેટવર્કના વિકાસથી શહેરનો સોનાનો વ્યવસાય વધુ મજબૂત બન્યો. આજે તે દેશના સૌથી મોટા સોનાના જ્વેલરી હબમાંનું એક છે.

ત્રિશૂર વિશેની કેટલીક ખાસ વાતો કરીએ તો, અહીં સોની પરિવારો પેઢી દર પેઢી સોનાની કારીગરી શીખવતા આવ્યા છે. આ જ કારણ છે કે, ત્રિશૂરની જ્વેલરીની ગુણવત્તા અને ડિઝાઇન ખૂબ જ પ્રખ્યાત છે. ત્રિશૂરમાં ભારતના સૌથી વધુ જ્વેલરી શોરૂમ આવેલા છે. આખો કોમર્શિયલ એરિયા સોનાના વેપારથી ધમધમે છે.

'કારીગરો, ડિઝાઇનર્સ, ટ્રેડર્સ અને પોલિશર્સ' આ તમામ મળીને અહીં સોનાની ઇન્ડસ્ટ્રી હજારો-લાખો લોકોને કામ આપે છે. ત્રિશૂરની ડિઝાઇન્સ લગ્નની સીઝનમાં આખા દક્ષિણ ભારતમાં ખૂબ જ ચાલે છે. ખાસ કરીને બ્રાઇડલ અને ટેમ્પલ જ્વેલરી અહીંની વિશેષતા છે. આ સિવાય અહીં કો-ઓપરેટિવ બેંકો અને નાણાકીય સંસ્થાઓ મોટી સંખ્યામાં છે, જે જ્વેલર્સને લોન અને નાણાકીય વ્યવહારોમાં મદદ કરે છે.

શહેરની વર્ષો જૂની નિષ્ણાતતા, કુશળ કારીગરોની મોટી સંખ્યા અને કેરળના સોનાના બજારમાં તેની મજબૂત પકડને કારણે તેને આ નામ મળ્યું છે. જો તમે સોનાની દુનિયામાં રસ ધરાવતા હોવ, તો ત્રિશૂર ચોક્કસપણે જોવાલાયક સ્થળ છે. અહીંનું જ્વેલરી માર્કેટ જોઈને તમને આનંદ આવી જશે.