
અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની યોજના જાહેર કર્યા બાદ વધતી અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો છે. મહેતાએ જણાવ્યું હતું કે, જિયો પોલિટિકલ મોરચે રશિયા-યુક્રેન વચ્ચે વધતા તણાવ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, રોકાણકારો યુએસ મે ISM મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) રિપોર્ટ પર નજર રાખશે. આ રિપોર્ટ દિવસના અંતમાં જાહેર થવાની છે.

કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, વેપારીઓ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ફેડ ચેર પોવેલની ટિપ્પણીઓ ભવિષ્યના નાણાકીય નીતિના દૃષ્ટિકોણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.