Gold Silver Rate : રોકાણકારોને ચાંદી-ચાંદી ! સોનું ઉછળ્યું અને ચાંદી પણ રેકોર્ડ સ્તરે પહોંચી

સોમવાર, 14 જુલાઈના રોજ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ વધારો થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ છવાયો છે.

| Updated on: Jul 14, 2025 | 9:12 PM
4 / 7
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. સ્થાનિક બજારમાં તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 14 વર્ષની ટોચે છે. રોકાણકારો હવે સોનાના વિકલ્પ તરીકે ચાંદી તરફ વળ્યા છે." બીજીબાજુ MCX પર ચાંદીના વાયદા 2,135 રૂપિયા અથવા 1.88 ટકા વધીને 1,15,136 રૂપિયા પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.

5 / 7
ઓગસ્ટ ડિલિવરી માટે સૌથી વધુ ટ્રેડ થયેલ સોનાનો કોન્ટ્રેક્ટ 518 રૂપિયા અથવા 0.53 ટકા વધીને 98,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. LKP સિક્યોરિટીઝના VP અને રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "અમેરિકા દ્વારા તેના ટ્રેડિંગ ભાગીદારો પર વધારાના ટેરિફ લાદવા અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે સોનાની માંગમાં વધારો થયો છે."

6 / 7
સ્પોટ સિલ્વર 1.71 ટકા વધીને 39.02 ડોલર પ્રતિ ઔંસ થયું. સ્પોટ ગોલ્ડ પણ નજીવો વધીને 3,371.14 ડોલર પ્રતિ ઔંસ થયો. જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેરે જણાવ્યું હતું કે, "ટેરિફ અંગે વધતી અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન યુદ્ધની શક્યતા અને ETF રોકાણકારો તથા કેન્દ્રીય બેંકો તરફથી વધી રહેલી માંગને કારણે સોનાના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે."

7 / 7
નિષ્ણાતોના મતે, આ અઠવાડિયે બજારની નજર યુએસ, યુકે અને યુરોઝોનના ફુગાવાના ડેટા, છૂટક વેચાણ અને ગ્રાહક સેન્ટિમેટ્સ નજર પર રહેશે, જે બુલિયન (સોના-ચાંદી) ભાવનો ભવિષ્યનો માર્ગ નક્કી કરશે.