Stock Market : મંગળસૂત્ર બનાવનારી કંપની લાવી રહી છે ‘IPO’, USA થી લઈને New Zealand સુધી વિસ્તાર્યો બિઝનેસ

મંગલસૂત્ર બનાવનારી કંપની તેનો IPO લાવી રહી છે. રોકાણકારોને ટૂંક સમયમાં જ આમાં રોકાણ કરવાની તક મળશે. જણાવી દઈએ કે, સબ્સ્ક્રિપ્શન પહેલા જ તેના GMPમાં જોરદાર વધારો થયો છે.

| Updated on: Sep 08, 2025 | 5:02 PM
4 / 8
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર IPO ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 155-165 નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 90 શેર છે અને રિટેલ રોકાણકારોને આમાં રોકાણ કરવા માટે રૂ. 14,850 (90 શેર) ની જરૂર પડશે.

5 / 8
શનિવારે શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર IPO નો GMP ઝડપથી વધ્યો છે. investorgain.com અનુસાર, શનિવારે તેનો GMP વધીને રૂ. 23 થયો છે. 165 રૂપિયાના ભાવ સામે તે 188 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. GMP મુજબ, રોકાણકારોને લિસ્ટિંગમાં 13.94 ટકાનો ફાયદો થશે તેવી ધારણા છે.

6 / 8
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર લિમિટેડ જાન્યુઆરી 2009 માં સ્થપાયેલી એક ભારતીય કંપની છે. આનું મુખ્ય કામ ભારતમાં વિવિધ પ્રકારના સુંદર મંગળસૂત્ર બનાવવાનું અને ડિઝાઇન કરવાનું છે. મળતી માહિતી અનુસાર, આ કંપની B2B વ્યવસાય કરે છે. ટૂંકમાં, તે તેનો માલ ડાયરેક્ટ ગ્રાહકોને નહીં પરંતુ દુકાનો અને કંપનીઓને વેચે છે.

7 / 8
કંપનીના ગ્રાહકોમાં દેશભરની મોટી કોર્પોરેટ કંપનીઓ, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓનો સમાવેશ થાય છે. કંપનીનું નેટવર્ક ખૂબ મોટું છે અને તેની પહોંચ ભારતના 24 રાજ્યો તેમજ 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. આ ઉપરાંત, કંપનીએ વિદેશમાં તેનો વ્યવસાય વિસ્તાર્યો છે અને હવે તે યુકે, યુએસએ, યુએઈ, ન્યુઝીલેન્ડ તેમજ ફીજી જેવા દેશોમાં તેની પ્રોડક્ટ વેચે છે.

8 / 8
આ કંપનીના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં માલાબાર ગોલ્ડ, ટાઇટન, જીઆરટી જ્વેલર્સ, રિલાયન્સ રિટેલ અને દુબઈના દમાસ જ્વેલરી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2025 સુધીમાં કંપનીએ 34 મોટી કોર્પોરેટ કંપનીઓ, 1089 હોલસેલરો અને 81 રિટેલ સ્ટોર્સને પ્રોડક્ટ સપ્લાય કરેલ છે.