
ગુરૂવારે જ્યારે કેસની સુનાવણી થઈ ત્યારે એક દોષિત માટે હાજર રહેલા વકીલે કહ્યું કે રેકોર્ડ પર કોઈ પુરાવા મૂકવામાં આવ્યા નથી. તેના પર જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, 'અમને ખબર નથી. અમે આ મામલાની સુનાવણી કરીશું અને અમે અગાઉ પણ તે સ્પષ્ટ કર્યું હતું. અમે આ કેસને મુલતવી રાખીશું નહીં. આ કેસની સુનાવણી અત્યાર સુધીમાં પાંચ વખત મુલતવી રાખવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી હું આ કેસને સ્થગિત કરી રહ્યો છુ.

વકીલે કોર્ટને કહ્યું કે કેટલાક દોષિતોએ માફીની અરજી કરી છે જે પેન્ડિંગ છે. કેસને મુલતવી રાખવાનો ઇનકાર કરતા બેન્ચે કહ્યું, 'અમને ચીફ જસ્ટિસની ઓફિસ તરફથી સૂચના મળી છે કે ફોજદારી અપીલ અને માફીના કેસની એકસાથે સુનાવણી કરવાની જરૂર નથી.'

એક દોષી તરફથી પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ, હાજર થઈને જણાવ્યું હતું કે ગુજરાત દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માટે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી પહેલા થવી જોઈએ. એડવોકેટ હેગડેએ કહ્યું, '22 વર્ષ વીતી ગયા... મારા અસીલોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી નથી. આ બેન્ચે પહેલા દોષિત ઠરાવવાની પુષ્ટિ કરવી પડશે. એકવાર જ્યારે તેની પુષ્ટિ થઈ જાય છે તો પછી સજાની પ્રક્રિયા આવે છે. જ્યારે અમે તેના પર વિચાર કરીશુ તો તે ઘણો સમય માગી લેશે. જો તમે ત્રણ જજોને મોકલશો તો તેની અસર થશે.

આ પછી, કોર્ટે કેસની સુનાવણી 13 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી હતી, કારણ કે દોષિતો વતી હાજર રહેલા વકીલોએ સમય માંગ્યો હતો.
Published On - 4:50 pm, Thu, 16 January 25