પેટ્રોલ-ડીઝલ તો ઠીક, રસોઈ ગેસ અને ખાતર માટે પણ પડશે ‘ફાંફા’; શું ક્રૂડ ઓઈલનો વધતો ભાવ લાવી દેશે ‘મહામંદી’?

અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે વૈશ્વિક સ્તરે 'ઓઈલ વોર' શરૂ થઈ ગયું છે. વિશ્વની સૌથી મહત્વની તેલ સપ્લાય લાઈન ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' હાલમાં સંપૂર્ણપણે ઠપ્પ છે, જેના કારણે કાચા તેલના ભાવમાં જોરદાર ભડકો થયો છે.

| Updated on: Apr 27, 2026 | 3:54 PM
1 / 5
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ હવે સમગ્ર વિશ્વ પર તેની ગંભીર અસરો દેખાવા લાગી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વિશ્વની સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ સપ્લાય લાઇન એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) હાલમાં સંપૂર્ણપણે બંધ છે. આના કારણે કાચા તેલ (Crude Oil) ના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 107.66 ડોલરને પાર પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં તમારા ખિસ્સા પર બોજ વધવો નક્કી છે.

2 / 5
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોઈ સામાન્ય રસ્તો નથી. વિશ્વનું લગભગ 20% કાચું તેલ અહીંથી પસાર થાય છે. શાંતિની આશાઓ ત્યારે તૂટી ગઈ, જ્યારે ટ્રમ્પે તેમના અધિકારીઓને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી, જેઓ આ વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સ્પષ્ટ કરી દીધું છે કે, ધમકીઓ વચ્ચે કોઈ વાતચીત થશે નહીં. પરિણામે બંને દેશોની સેનાઓએ અહીં નાકાબંધી કરી દીધી છે, જેના કારણે જહાજોની અવરજવર લગભગ શૂન્ય થઈ ગઈ છે.

3 / 5
આ સંકટ હવે માત્ર પેટ્રોલ અને ડીઝલ પૂરતું મર્યાદિત રહ્યું નથી. હોર્મુઝનો રસ્તો બંધ થવાથી હવે ગેસ (LPG), નેચરલ ગેસ અને ખેતીમાં વપરાતા ખાતર (Fertilizer) નો પુરવઠો પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ભારત જેવા દેશોમાં રસોઈ ગેસની અછત વર્તાવા લાગી છે. આટલું જ નહીં, વિમાનોનું ઈંધણ મોંઘું થવાને કારણે ઘણી એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. નિષ્ણાતો માને છે કે, ગ્લોબલ માર્કેટમાં તેલના સપ્લાયમાં 10% નો મોટો ઘટાડો આવ્યો છે, જે આગામી સમયમાં મોંઘવારીમાં વધુ વધારો કરી શકે છે.

4 / 5
અમેરિકા આ સમયે ઈરાન પર આર્થિક દબાણ લાવવા માટે નાકાબંધીને વધુ કડક બનાવી રહ્યું છે. અમેરિકી સેના એવા જહાજોને રોકી રહી છે, જે ઈરાની તેલ લઈને જઈ રહ્યા છે. ખાસ કરીને ચીનની એ રિફાઈનરીઓ પર નજર રાખવામાં આવી રહી છે, જે ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદી રહી હતી. IEA (International Energy Agency) એ ચેતવણી આપી છે કે, આ ઇતિહાસનો સૌથી મોટો ‘સપ્લાય શોક’ હોઈ શકે છે. જો આ ગતિરોધ ઉકેલાશે નહીં, તો વિશ્વભરના અર્થતંત્રોને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

5 / 5
છેલ્લા 9 અઠવાડિયાથી ચાલી રહેલા આ ટકરાવનો હાલમાં કોઈ અંત દેખાઈ રહ્યો નથી. બીજું કે, જ્યાં સુધી અમેરિકા અને ઈરાન 'વાતચીત' પર પાછા નહીં આવે, ત્યાં સુધી તેલના ભાવમાં નરમાશની આશા ઓછી છે. સપ્લાય ચેઈન તૂટવાથી માત્ર ઈંધણ જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી દરેક વસ્તુ મોંઘી થઈ શકે છે. હવે સૌની નજર એ વાત પર છે કે, શું અન્ય કોઈ દેશ આ મામલો ઉકેલવા માટે મધ્યસ્થી કરી શકશે કે પછી દુનિયાએ આ મોટા આર્થિક સંકટ માટે તૈયાર રહેવું પડશે?

Follow Us
Loading...
Unable to load recommendations.