ચોમાસામાં શરદી-ઉધરસ અને કફથી ગળું પકડાઈ ગયું છે? આદુ અને તુલસીનો આ ઉકાળો આપશે તાત્કાલિક રાહત !

ચોમાસાની ઋતુમાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધે છે. તુલસીમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. ફ્રેશ આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે. આ બધા એક સાથે મળીને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે મોસમી બીમારીઓ સામે લડવા માટે મદદરૂપ છે.

| Updated on: Jul 08, 2026 | 2:42 PM
1 / 6
તુલસી અને આદુનો ઉકાળો પીવાથી શરદી, ઉધરસ અને ફ્લૂમાં તાત્કાલિક રાહત મળે છે. આદુની તાસીર ગરમ હોય છે. જે છાતીમાં જમા થયેલા કફને દૂર કરવામાં મદદ કરે છે. (Image Source | iStock)

2 / 6
તુલસીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે. જે ગળામાં થતો દુખાવો, ઉધરસ અને શરદીથી રાહત આપે છે. (Image Source | iStock)

3 / 6
ચોમાસાની ઋતુમાં આપણું પાચન ઘણીવાર ધીમું થઈ જાય છે. જેના કારણે પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થાય છે. આદુ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. તુલસી પેટના ચેપને રોકવામાં મદદ કરે છે. આ ઉકાળો પીવાથી પેટ હળવું અને સ્વચ્છ રહે છે. (Image Source | iStock)

4 / 6
જો વરસાદમાં તમને હળવો તાવ અથવા શરીરમાં દુખાવો થતો હોય તો તુલસી અને આદુનો ઉકાળો આરામ આપવામાં મદદરૂપ બની શકે છે. તુલસીમાં એવા તત્વો હોય છે જે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં અને શરીરના દુખાવામાં રાહત આપવામાં સહાયક બની શકે છે. (Image Source | iStock)

5 / 6
અસ્થમા, બ્રોન્કાઇટિસ અથવા અન્ય શ્વસન સમસ્યાઓથી પીડાતા લોકો માટે ચોમાસાનો મહિનો પડકારજનક બની શકે છે. તુલસી અને આદુનું સંયોજન શ્વાસનળીઓની સોજા ઘટાડવામાં અને શ્વાસ લેવામાં સરળતા અનુભવવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : તુલસી-આદુનો ઉકાળો સામાન્ય સ્વાસ્થ્ય માટે મદદરૂપ હોઈ શકે છે. પરંતુ તે કોઈ રોગની દવા અથવા સારવારનો વિકલ્પ નથી. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. લક્ષણો ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહે, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.(Image Source | iStock)

Follow Us