ઘરે બેઠા માત્ર ₹75માં PVC આધાર કાર્ડ જોઈએ છે? જાણી લો ઓનલાઈન – ઓફલાઈન બંને પ્રોસેસ

વરસાદમાં આધાર કાર્ડ ખોવાઈ જવા, પલળી જવા કે ખરાબ થઈ જવાની ફરિયાદો વચ્ચે UIDAI હવે લોકોને નવુ પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) આધાર કાર્ડ આપવાની સુવિધા આપે છે. આના માટે માત્ર ₹75 ની નજીવી ફી ભરી આપ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ કાર્ડ મેળવી શકો છો. જાણી લો પ્રોસેસ.

| Updated on: Sep 14, 2026 | 9:40 PM
1 / 10
નવું PVC કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવા સૌપ્રથમ સત્તાવાર પોર્ટલની  myaadhaar.uidai.gov.in વેબસાઇટ ઓપન કરો.

2 / 10
Login પ્રક્રિયા: તમારો આધાર નંબર અને સ્ક્રીન પર દર્શાવેલો કેપ્ચા કોડ દાખલ કરીને Send OTP પર ક્લિક કરો.

3 / 10
OTP વેરિફિકેશન: રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરી પોર્ટલમાં લોગિન કરો.

4 / 10
 Order ઓપ્શન: સ્ક્રીન પર દેખાતા વિકલ્પોમાંથી 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.

5 / 10
વિગતોની ચકાસણી: સ્ક્રીન પર તમારા આધાર કાર્ડની વિગતો અને ફોટો પ્રિવ્યૂ તરીકે દેખાશે.

6 / 10
ઓનલાઈન પેમેન્ટ: ત્યારબાદ નિયત ₹75ની ફી ચૂકવવા માટે ઓનલાઈન પેમેન્ટ મોડ (UPI, નેટ બેંકિંગ કે ડેબિટ કાર્ડ) પસંદ કરી ચૂકવણી પૂર્ણ કરો.

7 / 10
પેમેન્ટ સફળ થતાં જ તમને સ્લિપ અને એકનોલેજમેન્ટ નંબર પ્રાપ્ત થશે, જેના દ્વારા ડિલિવરી સ્ટેટસ ટ્રેક કરી શકાશે.

8 / 10
જો લોકો ઓફલાઈન PVC આધાર કાર્ડ મેળવવા માગે છે, તેઓ તેમના નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને ઓફલાઈન માધ્યમથી તેમના બાયોમેટ્રિક્સ આપીને નવુ કાર્ડ બનાવડાવી શકે છે.

9 / 10
 આધાર કાર્ડ 3 ફોર્મેટમાં ઉપલબ્ધ હોય છે, આધાર લેટર, ઇ-આધાર અને PVC કાર્ડ. આ પૈકી PVC કાર્ડ સૌથી ટકાઉ અને રોજિંદા વપરાશમાં ખિસ્સામાં રાખવા માટે અનુકૂળ માનવામાં આવે છે.

10 / 10
UIDAIના પોર્ટલ પરથી માત્ર ₹75ની નજીવી ફી ચૂકવીને કોઈપણ નાગરિક નવું PVC કાર્ડ ઓર્ડર કરી શકે છે. ઓર્ડર સફળ થયાના 5 દિવસની અંદર UIDAI આ કાર્ડ તૈયાર કરીને ભારતીય ટપાલ વિભાગને સોંપી દે છે, જેના દ્વારા સ્પીડ પોસ્ટ મારફતે તે સીધું અરજદારના નોંધાયેલા સરનામે પહોંચાડી દેવામાં આવે છે.

Published On - 9:39 pm, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.