
તમારા દાંતને ચમકાવવા માટે, દરરોજ સવારે તમારા મોંમાં 1 ચમચી નારિયેળ તેલ નાખો અને તેને 5-10 મિનિટ સુધી હલાવો. પછી કોગળા કરો અને બ્રશ કરો. તે દાંતમાંથી ગંદકી દૂર કરવામાં અને તેમને ચમકાવવામાં મદદ કરે છે.

સફરજન, ગાજર અને કાકડી ખાવાથી દાંતનો કુદરતી પીળાપણું ઓછું થાય છે. આ કુદરતી બ્રશની જેમ કામ કરે છે અને દાંત સાફ કરવામાં મદદ કરે છે.

દાંત સફેદ કરવા માટે, 1/2 ચમચી હળદરમાં થોડા ટીપાં નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને બ્રશની મદદથી દાંત પર લગાવો અને 2 મિનિટ પછી ધોઈ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.