બેલેન્સ આહાર : સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આપણે આપણા આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ જેવા તમામ પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરને તમામ પોષક તત્વો મળી રહે. તમારા આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, કઠોળ અને બદામનો સમાવેશ કરો. તેમજ જંક ફૂડ, વધુ પડતી મીઠાઈઓ અને મીઠાનું સેવન ટાળો. શરીરમાં ઊર્જા જાળવવા અને શરીરના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરવા માટે યોગ્ય પોષણ જરૂરી છે. 2025 માં આ ટેવ અપનાવો અને તમારા આહારમાં સુધારો કરવાનો પ્રયાસ કરો.