સોલર પેનલના દિવસો પૂરા ? હવે ઘરની છત પર વીજળી પેદા કરશે માઇક્રો પવનચક્કી, જાણો આ જર્મન ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે

જો તમારી છત પર સોલર પેનલ લગાવવાની જગ્યા નથી, તો હવે નાની પવનચક્કીથી પણ 24 કલાક વીજળી બનાવી શકાશે. જર્મનીની નવી ટેકનોલોજી દ્વારા રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં પણ વીજળી કેવી રીતે બનશે તે જાણો.

| Updated on: Aug 19, 2026 | 6:46 PM
1 / 10
શું ઘરમાં પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ જ એકમાત્ર વિકલ્પ છે? એક સમય સુધી આનો જવાબ હા હતો, પરંતુ હવે લોકો પોતાના ઘરની છત પર પોતાની પવનચક્કી પણ લગાવી શકશે. વાસ્તવમાં સોલર પેનલ ઓછા તડકામાં કે રાત્રિના સમયે બિલકુલ કામ આવતી નથી. આ મર્યાદાને ધ્યાનમાં રાખીને જર્મન કંપનીએ આ માઇક્રો વિન્ડ ટર્બાઇન તૈયાર કરી છે, જેને છત પર સરળતાથી ફીટ કરી શકાય છે.

2 / 10
સામાન્ય રીતે પવનચક્કીઓ ઘણી મોટી અને ભારે હોય છે, પરંતુ આ માઇક્રો વિન્ડ ટર્બાઇન એટલી નાની અને હળવી છે કે ઘરની નાની છત પર પણ સરળતાથી ગોઠવાઈ જાય છે અને વધુ જગ્યા રોકતી નથી. જે વિસ્તારોમાં પવનની ગતિ સારી હોય ત્યાં આ સિસ્ટમ સોલર પેનલ કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

3 / 10
આ વિન્ડ ટર્બાઇનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તેવા સમયે પણ વીજળી બનાવે છે જ્યારે સોલર પેનલ કામ કરતી નથી. વધુમાં, તેને એક પોલ (થાંભલા) ના સહારે છતથી થોડી ઊંચાઈ પર લગાવવામાં આવે છે, જેથી તે ખુલ્લી હવાનો મહત્તમ લાભ લઈ શકે.

4 / 10
શું છે માઇક્રો વિન્ડ ટર્બાઇન ટેકનોલોજી? આ મોટી પવનચક્કીઓનું જ એક હળવું અને કોમ્પેક્ટ વર્ઝન છે, જે પવનની ઊર્જાથી ઘરેલુ વપરાશ માટે વીજળી બનાવે છે. મોટી પવનચક્કીઓથી વિપરીત તેને ઘરની છતો, ખેતરો કે ઓફ-ગ્રીડ સ્થળો પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે.

5 / 10
પવનના કારણે ટર્બાઇનના નાના એરોડાયનેમિક બ્લેડ્સ ઝડપથી ફરે છે અને તેની અંદર લાગેલું જનરેટર વીજળી ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ઇન્વર્ટર દ્વારા આ વીજળી ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગ સાથે જોડાઈ જાય છે. આ રીતે તડકો હોય કે ન હોય, પવન મળતો રહે તો વીજળી સતત બનતી રહે છે.

6 / 10
ઘરની છત પર કેવી રીતે થાય છે ઇન્સ્ટોલેશન? માઇક્રો વિન્ડ ટર્બાઇનને છત પર ક્લેમ્પ અને પોલની મદદથી મજબૂતીથી ફિક્સ કરવામાં આવે છે. ટર્બાઇન દ્વારા બનતી વીજળીને ઇન્વર્ટર મારફતે સીધા ઘરના મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન પેનલ (MCB બોર્ડ) સાથે જોડવામાં આવે છે. ભારે વાવાઝોડું કે ઓવરલોડિંગની સ્થિતિમાં આ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે ખાસ ડમ્પ લોડ અને કંટ્રોલર આપવામાં આવે છે.

7 / 10
કેટલી વીજળી બનાવે છે માઇક્રો ટર્બાઇન? જો સારો પવન મળતો રહે, તો એક સિંગલ ટર્બાઇન 1000 વોટ એટલે કે 1 kW સુધીનો પાવર જનરેટ કરી શકે છે. સરેરાશ પવનવાળા વિસ્તારોમાં આ ટર્બાઇન વાર્ષિક સરેરાશ 615 kWh સુધી વીજળી પેદા કરી શકે છે. જો કોઈ પરિવારને વધુ વીજળીની જરૂર હોય, તો બે કે ત્રણ ટર્બાઇન એકસાથે જોડીને પાવર કેપેસિટી વધારી શકાય છે.

8 / 10
સોલર પેનલ કરતાં બહેતર કે નહીં? સોલર પેનલ અને માઇક્રો વિન્ડ ટર્બાઇન બંનેના પોતાના ફાયદા અને મર્યાદાઓ છે. રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં સોલર પેનલ વીજળી આપી શકતી નથી અને છત પર જગ્યા પણ વધુ રોકે છે. બીજી તરફ વિન્ડ ટર્બાઇનને વીજળી બનાવવા પૂરતા પવનની જરૂર પડે છે, જ્યારે શહેરોમાં ઊંચી ઇમારતોને કારણે પવન ઓછો મળી શકે છે.

9 / 10
આથી, તેને સોલર પેનલના વિકલ્પ તરીકે જોવા કરતાં સોલર પેનલના સહયોગી તરીકે ઉપયોગ કરવો વધુ સારો રહેશે. જેનાથી દિવસે સોલર પેનલ અને રાત્રે પવનચક્કી બંને દ્વારા સતત પાવર બેકઅપ મળી રહે.

10 / 10
સુરક્ષા અને અવાજનો કોઈ પ્રશ્ન નહીં: જર્મન કંપનીએ આ ટર્બાઇનને સાયલન્ટ (અવાજ વગરની) બનાવવા માટે તેના બ્લેડ્સ ખાસ કોમ્પ્યુટર ડિઝાઇનિંગ દ્વારા તૈયાર કર્યા છે, જેથી તે ફરતી વખતે ઘોંઘાટ કરતી નથી. વળી, અતિશય તેજ વાવાઝોડું આવે ત્યારે તેનું ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ બ્લેડ્સની સ્પીડને આપોઆપ કંટ્રોલ કરી લે છે, જેથી સિસ્ટમ અને ઘરના ઉપકરણો સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.