
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ વચ્ચે Gen-Z કલાકાર શરણ દહિલીવાલા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહકારથી ન્યુરોડાઈવર્જન્ટ બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.

આ અંતર્ગત જોધપુર આર્ટ ગેલેરી ખાતે 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર (બપોરે 3:00 થી સાંજે 6:00, ખાસ પ્રીવ્યૂ- રવિવાર, 27 સપ્ટેમ્બર સાંજે 5:00 થી 6:30) દરમિયાન તેમના "ધ ફાઇવ-કોર x ધ ઇનફાઇનાઇટ મેક્રોકોસમ" ચિત્ર પ્રદર્શનનું આયોજન (ઈ-પાસ રજિસ્ટ્રેશન ફરજિયાત) કરાયું છે.

વજ્ર, પ્રાણ, સંકલ્પ, તેજ અને અનંત જેવા વિષયો પર આધારિત આ કલાકૃતિઓના વેચાણની 100% રકમ વિના કોઈ કમિશન સીધી કલાકારને મળશે.

ટૂંકમાં, આ પ્રદર્શનમાં વેચાતી દરેક કલાકૃતિની રકમ સીધી કલાકારને જશે. બીજું કે, આમાં કોઈ પણ પ્રકારનું કમિશન કે દલાલી રાખવામાં આવી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને આગળ ધપાવતા શરણ દર્શાવે છે કે, ન્યુરોડાઈવર્સિટી મર્યાદા નહીં પણ શક્તિ છે અને તેમણે મેક્સિકો, કુઆલાલંપુર, નવી દિલ્હી તેમજ અમદાવાદ સુધી ભારતની સાંસ્કૃતિક વિરાસત પહોંચાડી છે.

ઉલ્લેખનીય છે કે, શરણ માત્ર કલાકાર નથી પરંતુ એક કુશળ ડ્રમર, કીબોર્ડ વાદક, ફોટોગ્રાફર, ડાન્સર અને કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ ધરાવે છે. તેમની આ બહુમુખી પ્રતિભા આજે હજારો યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહી છે.

જણાવી દઈએ કે, પ્રદર્શન માટે ઓફિશિયલ QR કોડ દ્વારા ઈ-પાસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તમે પણ આ અદ્ભુત કળા અને સામાજિક બદલાવના સાક્ષી બનવા માંગતા હોવ, તો કાર્યક્રમની વિગતો ખાસ નોંધી લેજો.
Published On - 7:35 pm, Sun, 27 September 26