
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ કદાચ BCCIએ સ્વીકારી લીધું છે કે કોચિંગ સ્ટાફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સપોર્ટ કરી શકતો નથી અને તેથી હવે પ્રોફેશનલ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. જો BCCI ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર કરે છે, તો ગૌતમ ગંભીર માટે આ સારા સમાચાર નથી.

કારણ કે અભિષેક નાયર અને રેયાન ગંભીરના કહેવા પર જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. જો તેમને હટાવવામાં આવે છે તો ગંભીરના નિર્ણય પર મોટો સવાલ થશે. મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ છે અને તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. (All Photo Credit : PTI / X)