
તેમણે મુંબઈમાં એક હીરાની દુકાનમાં માત્ર 100 રૂપિયાના પગાર પર કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યાં તેમણે હીરા પરીક્ષણની ઝીણવટ શીખી અને ટૂંક સમયમાં હીરાના વેપારમાં હાથ અજમાવ્યો. આ પછી તેમણે પોતાનો હીરા બ્રોકિંગ વ્યવસાય શરૂ કર્યો. જે તેમના જીવનનો મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.

1988 માં તેમણે 'અદાણી એન્ટરપ્રાઇઝ' શરૂ કરી, જે આજે અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે. શરૂઆતમાં, આ કંપની કૃષિ ઉત્પાદનો અને ઉર્જા સંબંધિત માલસામાનની આયાત અને નિકાસ કરતી હતી. પરંતુ ટૂંક સમયમાં ગૌતમ અદાણીએ માળખાગત સુવિધાઓ, વીજળી, બંદરો, ખાણકામ, ડેટા સેન્ટર, એરપોર્ટ અને સંરક્ષણ જેવા ઘણા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું.

આજે અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં વધઘટ થઈ રહી છે, પરંતુ તેમનું વ્યાપાર સામ્રાજ્ય સતત મજબૂત બન્યું છે. બ્લૂમબર્ગ અને ફોર્બ્સ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $80 બિલિયનથી વધુ હોવાનો અંદાજ છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ૫.૪૫ લાખ કરોડ રૂપિયા છે.